ETV Bharat / state

ભાવનગરના આંગણે મનોદિવ્યાંગ બાળકોના ગરબા, ભાવનગર સ્ટેટના યુવરાજે આપ્યો લોકસંદેશ - Garba for retarded children - GARBA FOR RETARDED CHILDREN

ભાવનગરના મનોદિવ્યાંગ શાળાના બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના દિપક હોલમાં મનોદિવ્યાંગ બાળકો ગરબે ઘૂમ્યા હતા. ત્યારે યુવરાજ જયવીરરાજસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ભાવનગરના આંગણે મનોદિવ્યાંગ બાળકોના ગરબા
ભાવનગરના આંગણે મનોદિવ્યાંગ બાળકોના ગરબા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2024, 11:48 AM IST

ભાવનગર: નવલી નવરાત્રીને 3 દિવસો થયા છે. ત્યારે ચોથા નોરતે ભાવનગર શહેરની અંકુર મનોદિવ્યાંગ શાળા દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલે હાજરી આપી હતી. જો કે મહારાજા કૃષ્ણકુમારના વંશજ એવા ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજીએ પ્રજાજોગ સંદેશો આપ્યો હતો.

ભાવનગરમાં મનોદિવ્યાંગ બાળકોના ગરબા: ભાવનગર શહેરની એકમાત્ર અંકુર મનોદિવ્યાંગ શાળામાં અભ્યાસ કરતા 260 જેટલા બાળકોને નવલા નોરતામાં ગરબા રમવા મળે તે માટે દીપક હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાના આયોજનમાં મુખ્ય મહેમાન પદે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગરના આંગણે મનોદિવ્યાંગ બાળકોના ગરબા (Etv Bharat Gujarat)

યુવરાજ ઓફ ભાવનગરનો લોક સંદેશ: યુવરાજ જયવીરરાજસિંહજીએ જણાવ્યું હતું કે, ભાવનગરવાસીઓને માતાજી સારું સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના છે. અંકુર મનોદિવ્યાંગ શાળાના શિક્ષકો, આચાર્ય સંસ્થા દ્વારા બાળકો માટે છેલ્લા 5 વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે. તમે એક વખત અહીંયા આવો સાચી નવરાત્રી અહીં થાય છે. કારણ કે, માતાજીને પ્રાર્થના આપણે કરીએ છીએ, માતાજી બધાનું ભલું કરે છે, પણ આપણે મનુષ્ય થઈને શું કરીએ છીએ એના પર આધારિત છે. આપણે અહીંના બાળકો અને શિક્ષકો પાસે શીખવા આવ્યા છીએ. મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સપનું હતું કે, તેમની પ્રજામાં એકતા રહે અને એકબીજાને સમજે એ માટે હું અહીંયા આવ્યો છું.

ભાવનગરના આંગણે મનોદિવ્યાંગ બાળકોના ગરબા
ભાવનગરના આંગણે મનોદિવ્યાંગ બાળકોના ગરબા (Etv Bharat Gujarat)

ખુલ્લા આકાશમાં ગરબા લેતા બાળકો કોને નડે: ભાવનગરની અંકુર મનોદિવ્યાંગ શાળાના શિક્ષિકા નેહલબેન ગઢવીએ જણાવ્યું હતું કે, અમારા માટે આ ગરબા ખાસ એટલા માટે છે કે, મનોદિવ્યાંગ બાળકોને અંકુર મંદબુદ્ધિ શાળા દ્વારા ખુલ્લા આકાશમાં મેદાનમાં ગરબા રમાડવામાં આવે છે. જ્યારે બીજા લોકો ગરબા રમતા હોય ત્યારે આ બાળકો ગરબા રમવા જતા વચ્ચે આવે છે. ત્યારે ખબર નહીં લોકોને કેમ નડે છે. ખુલ્લા આકાશમાં ગરબા રમતા મનોદિવ્યાંગ બાળકોને ન રીલ બનાવવાની કે વિડીયો ઉતારવાની અપેક્ષા હોય છે. તેઓ પોતાની મસ્તીમાં ગરબા લેતા હોય છે. જેને હું મારી રીતે સાચી ભક્તિ કહું છું.

મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરતા ગરબે ઘૂમ્યા: ભાવનગરની અંકુર મનોદિવ્યાંગ શાળા દ્વારા યોજવામાં આવેલા ગરબાના આયોજનમાં દરેક બાળકોએ ઉત્સાહપૂર્વક સંગીતના તાલે ગરબા લીધા હતા. સમાજથી અળગા રહેતા મનોદિવ્યાંગ બાળકો પોતાની મોજમાં ગરબા લઈને આનંદ લૂંટ્યો હતો. જો કે આ ગરબાના આયોજનમાં કેટલાક મુસ્લિમ સમાજના મનોદિવ્યાંગ બાળકો પણ ગરબા લેતા નજરે પડ્યા હતા. આયોજનને પગલે બાળકોના વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:

  1. ધોરાજીમાં 23 વર્ષથી ચાલતી ભૂલકાંઓની અનોખી ગરબી, 1100થી વધુ બાળાઓ ગરબે ઘૂમી - Navratri 2024
  2. જામનગરમાં 45 મિનિટ આગના સાથીયામાં યુવકોએ બોલાવી ગરબાની રમઝટ...લોકો થયા મંત્રમુગ્ધ - Navratri 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.