સોમવારે બપોરે થોડા છાંટા પડી બંધ થઈ ગયા બાદ સાંજના ફરી વાવાઝોડા સાથે એકવાર ગાજવીજ સાથે હાળવા વરસાદની શરૂઆત થઈ હતી.
ધોળા દિવસે અંધારા જેવો માહોલ સર્જાતા વાહનચાલકોને પણ વાહનોની લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જોકે, આ કમોસમી વરસાદને માવઠાના પરિણામે ખેતરમાં ઉભેલા રવિપાકને નુકશાન થવાની ભીતિ પણ જોવા મળી રહી છે. જોકે વાતાવરણ પલટાતા ગરમીમાંથી આંશિક રાહત મળી છે.