ETV Bharat / state

વિદ્યાસહાયકોની 13000થી વધુ ખાલી જગ્યા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ, અહીંથી કરો ફટાફટ અરજી - VIDHYA SAHAYAK RECRUITMENT

VIDHYA SAHAYAK RECRUITMENT: રાજ્યમાં આજથી 13852 વિદ્યા સહાયકોની ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે.

13000થી વધુ વિદ્યાસહાયકોની ભરતી
13000થી વધુ વિદ્યાસહાયકોની ભરતી (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2024, 9:13 PM IST

અમદાવાદ: શિક્ષકની નોકરીનું સપનું જોતા યુવાઓ માટે મોટી ખબર સામે આવી છે. રાજ્યમાં આજથી 13852 વિદ્યા સહાયકોની ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતી દ્વારા વિદ્યાસહાયકોની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો આગામી 16 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જોકે ફોર્મ સ્વીકાર કેન્દ્ર પર 19 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ આપી શકશે. બિન અમાનત કેટેગરીના ઉમેદવારોની અરજી ફી 200 રૂપિયા રહેશે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોની ફી 100 રૂપિયા રહેશે.

કેટલી જગ્યાઓ પર થઈ રહી છે ભરતી?

જિલ્લા શિક્ષણ સમિતી અને નગર શિક્ષણ સમિતીની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5 તથા ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાસહાયકોની આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં ધોરણ 1થી 5માં ગુજરાતી માધ્યમમાં 5000 જગ્યાઓ, ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં 7000 જગ્યાઓ તથા ધોરણ 1થી 8 અન્ય માધ્યમમાં 1852 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

ભરતી માટેનું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો

અરજી લિંક અને વય મર્યાદા
વિદ્યાસહાયકની ખાલી જગ્યા પર ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો https://vsb.dpegujarat.in/Home વેબસાઈટ પર જઈને રજીસ્ટર કરાવવાનું રહેશે. અરજી કરનારા ઉમેદવારોની વિષય મુજબ શૈક્ષણિક લાયકાત માગવામાં આવી છે, જે નોટિફિકેશનમાં ખાસ વાંચવી.

અરજી કરનારા ઉમેદવારોએ
પ્રાથમિક શાળા ધોરણ 1થી 5 માટેની ખાલી જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની લઘુતમ વય 18 વર્ષ અને મહત્તમ ઉંમર 33 વર્ષ સુધી હોવી જોઈએ. જ્યારે ધોરણ 6થી 8 માટેની ખાલી જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની લઘુતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 35 વર્ષની છે. જોકે EWS, OBS, SC-ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. પાવાગઢમાં માતાજી દાગીનાની ચોરી બાદ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય, આ દિવસથી મંદિરના દ્વાર બંધ થશે, પછી ક્યારે ખુલશે?
  2. નાનકડી ભૂલ અને છીનવાઈ ગઈ યુવકની જિંદગી, CCTVમાં કેદ થઈ યુવકના મોતની ઘટના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.