ETV Bharat / state

Banaskantha News: પ્રધાનમંત્રીના 73 માં જન્મદિવસ નિમિત્તે ડીસામાં તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ખાતે પ્રાથમિક શાળામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને એક જ સ્થળે આપવામાં આવ્યો હતો.

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 1:55 PM IST

પ્રધાનમંત્રીના 73 માં જન્મદિવસ નિમિત્તે ડીસામાં તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા: સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ દેશના લોકલાડીલા નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસની ઉજવણી હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ડીસા તાલુકાના દામા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સરકારના 15 વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદીનો જન્મદિવસ: આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, " આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય અને એને સેવા દિન તરીકે ઉજવવા માટે ડીસા થનગની રહ્યું હતું. એ નિમિત્તે આજે ડીસા વહીવટી તંત્રએ એક અનોખો સેવાયજ્ઞ તરીકે આ જન્મદિવસને ઉજવ્યો છે. તમામ ગામોમાંથી લાભાર્થીઓ આવ્યા છે. આ લાભાર્થીઓને લાભ કઈ રીતે આપવો એના પછી મહેનત કર્યા પછી આજના દિવસે આ કેમ્પ કરવામાં આવ્યો છે."

લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો: સેવા સેતુ કેમ્પ હેઠળ લાભાર્થીઓને આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલા, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામ નોંધાવવાની અરજી, મા અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાજ્ય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની સ્કીમ હેઠળના વ્યક્તિલક્ષી લાભ માટેની અરજી, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજી, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજી સ્વીકારવાની સેવા પૂરી પાડવામાં આવી હતી. જેનો આજુબાજુના ગામોના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

યોજનાનો લાભ આપી પ્રથમ હપ્તો: ડીસા તાલુકાના લાભાર્થીઓને મળી રહે તે માટે આયોજિત સેવાસેતુ કાર્યક્રમની સેવાયજ્ઞ ગણાવી સંવેદના સાથે સેવાના સંકલ્પ સાકાર કરવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. સેવા સેતુ કાર્યક્રમના આયોજન બદલ ડીસા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, "અધિકારી કર્મચારી નક્કી કરે કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ઘર સુધી પહોંચાડવો છે. ત્યારે આપણી "વસુધૈવ કુટુંબકમ" ની સંસ્કૃતિ સાર્થક બનશે. તેમજ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ડીસા તાલુકાના 384 થી વધુ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપી પ્રથમ હપ્તો તેમણે ભર્યો હતો.

  1. Banaskantha News : પાલનપુરમાં બાજરી વેચવા આવતા ખેડૂતો હેરાન પરેશાન, રોડ પર પાણી વિના આડા પડખે
  2. Banaskantha News: ડીસા ડોક્ટર હાઉસમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા, સોનોગ્રાફી મશીન કર્યા સીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.