ETV Bharat / state

ડીસા અને ભાભર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ - gujarat news

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ભાભર ખાતે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવ્યા બાદ આજે સોમવારે ત્રણ પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી અને ત્રણેય પાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ હતી.

deesa
deesa
author img

By

Published : Mar 15, 2021, 6:47 PM IST

  • ડીસા અને ભાભર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ
  • ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
  • ભાજપના સમર્થકોએ પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી
    ડીસા નગરપાલિકા
    ડીસા નગરપાલિકા

બનાસકાંઠા: જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીઓ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે, જેમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકામાં પોતાનો ડંકો વગાડ્યો હતો. ડીસા નગરપાલિકામાં પણ 44 બેઠકો માટે 152 ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણી લડયા હતા, જેમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપ 27, અપક્ષ 15, કોંગ્રેસ 1 અને આમ આદમી પાર્ટી 1 વિજયી બન્યા હતા. બીજી તરફ ભાભર નગરપાલિકાની વાત કરવામાં આવે તો ભાભર નગરપાલિકામાં પણ છ બેઠકો માટે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 24 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભાજપના 22 ઉમેદવારો અને કોંગ્રેસના 2 ઉમેદવારો વિજયી બન્યા હતા. આમ નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ડીસા અને ભાભર નગરપાલિકા પર ભાજપે ફરી એકવાર પોતાનો કબ્જો મેળવ્યો હતો.

ડીસા અને ભાભર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ

ડીસા નગરપાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ડંકો વગાડ્યો છે અને ત્રણેય પાલિકા પર બહુમતી મેળવ્યા બાદ આજે સોમવારે ડીસા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી યોજાઈ હતી. ડીસા નગરપાલિકાની વાત કરવામાં આવે તો હંમેશા વિવાદમાં રહેતી ડીસા નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બિનહરિફ થઈ છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજુભાઈ બુલચંદભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ તરીકે સવિતાબેન જીગ્નેશભાઈ હરિયાળીની બિનહરીફ વરણી થતા ભાજપના ખેમામાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે. આજે ડીસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતાની સાથે જ ભાજપના તમામ સમર્થકોએ તેમને ફૂલહાર પહેરાવીને ડીસા શહેરનો વિકાસ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તો બીજી તરફ પ્રમુખ બનતાની સાથે જ રાજુભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણીએ ડીસા વાસીઓનો આભાર માનવા માટે વરઘોડો નીકળ્યો હતો.

ડીસા
ડીસા

ભાભર નગરપાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ

આજે બનાસકાંઠા જિલ્લાના ત્રણેય નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે ભાભર નગરપાલિકામાં પણ આજે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાભર નગરપાલિકાના પ્રમુખ તરીકે રોહિત આચાર્ય અને ઉપપ્રમુખ તરીકે પ્રભાતસિંહ રાઠોડની વરણી કરવામાં આવી છે. ભાભર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતાંની સાથે ભાજપના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી અને તમામ સમર્થકોએ પ્રમુખ અને ઉપપ્રમુખને હાર પહેરાવી મોં મીઠું કરાવીને ભાભર શહેરનો વિકાસ વધુ વેગ વગતો બને તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આમ બનાસકાંઠા જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં આજે ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ડીસા
ડીસા

આ પણ વાંચો : વાપી નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.