- અંબાજીમાં Oxygen plant ખુલ્લો મૂકાયો
- અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 35 લાખના ખર્ચે થયો સ્થાપિત
- સંભાવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી આગોતરી તૈયારી
અંબાજીઃ હાલમાં કોરોનાની ( Corona ) ત્રીજી લહેર આવવાને લઈ ભારે અસમંજસ જોવા મળી રહી છે. કોરોનાની ત્રીજી લહેર (corona third wave) આવે જ નહીં, પરંતુ જો તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તો સરકારે ઉચિત પગલાં પણ લઈ રાખ્યાં છે. અંબાજીની આસપાસ મહત્તમ આદિવાસી વિસ્તાર છે ને સાથે અંબાજી આધ્યાત્મિક કેન્દ્ર હોવાથી વર્ષેદહાડે કરોડો શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે. તેવામાં ત્રીજી લહેરની પરિસ્થિતિ વણસે તો આગોતરી તૈયારીરુપે અંબાજીની હોસ્પિટલમાં ( Ambaji Covid Health Care Center ) વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અંબાજીમાં જ્યાં કુલ 50 બેડમાં 30 બેડ ઓક્સીજનના ( Oxygen plant ) હતાં. 120 ઓક્સીજનવાળા બેડ સાથે વેન્ટિલેટર સહિત ઓક્સીજનની ( Oxygen ) પૂરતી વ્યવસ્થા છે. ભારત સરકાર દ્વારા કરી વધુ એક પ્લાન્ટની ફાળવણી કરી છે.
આ પણ વાંચોઃ અંબાજી મંદિર દ્વારા આયુર્વેદિક ઉકાળા અને આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ
ઓક્સિજન પ્લાન્ટને ( Oxygen plant ) બટન દબાવી કાર્યરત કર્યો
ઓક્સિજન બેડ વધારી 120 બેડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઓક્સીજનની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂપિયા 35 લાખના ખર્ચે સ્થાપિત કરાયેલા ઓક્સિજન પ્લાન્ટને ( Oxygen plant ) જિલ્લા કલેકટર આનંદ પટેલે આજે ખુલ્લું મૂક્યો હતો. તેમણે પૂજા વિધિ સાથે ઓક્સિજન પ્લાન્ટને બટન દબાવી કાર્યરત કર્યું હતું. અંબાજી કોવિડ હેલ્થ સેન્ટરમાં ( Ambaji Covid Health Care Center ) 120 ઓક્સિજનવાળા બેડ સાથે વેન્ટિલેટર સહિત ઓક્સિજનની ( Oxygen ) પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. અંબાજીની આ હોસ્પિટલમાં ઓક્સિજનની કાયમી વ્યવસ્થા મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા પણ વધુ એક પ્લાન્ટની ફાળવણી કરી છે, તે પણ ટૂંક સમયમાં અંબાજી ખાતે લાવી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ અંબાજીની જનરલ હોસ્પિટલને ડેઝીગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરાઈ