ETV Bharat / state

#HappyWomensDay: ડીસાથી કેનેડા સુધી... પ્રગતિ પટેલની 'પ્રગતિની કહાની', જુઓ ખાસ અહેવાલ - Banaskantha news

નામ પ્રગતિ પટેલ. નાનપણથી જ વિદેશમાં રહી અને ભારતનું નામ રોશન કરવાની મનમાં ભાવના રાખતી પ્રગતિ પટેલે આજે કેનેડામાં રહી ભારત અને પટેલ સમાજનું નામ રોશન કર્યું છે, ત્યારે તેની ડીસાથી મનમાં આવેલી આ ભાવના કેનેડા સુધી કઈ રીતે લઈ ગઈ તે જુઓ અમારા વિશેષ અહેવાલમાં...

#HappyWomensDay
પ્રગતિ પટેલ
author img

By

Published : Mar 8, 2020, 8:39 AM IST

Updated : Mar 8, 2020, 10:12 AM IST

બનાસકાંઠા/ડીસા: ભારત દેશ આજે ટેકનોલોજી તરફ દિવસેને દિવસે વધી રહી છે. મોટાભાગના લોકો સરકારી નોકરી મેળવવા માટે આજે દોડધામ કરી રહ્યાં છે, દિવસ રાત મહેનત કરી અને લોકો સરકારી નોકરી માટે મહેનત કરી રહ્યાં છે, છતાં તેઓને નોકરી મળતી નથી, ત્યારે આવા લોકો માટે ગુજરાતની દિકરી પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે. આજે ભારત દેશમાં મોટા ભાગના લોકો દિકરાઓને અભ્યાસ કરવા માટે સૌથી વધુ પ્રોત્સાહન આપતા નથી.

deesa
ડીસાથી કેનેડા સુધીની પ્રગતિ પટેલની સફળ કહાની

ભારત દેશમાં રહેતી અનેક દિકરીઓમાં સારું એવું ટેલેન્ટ હોવા છતાં તેઓ આગળ સુધી પહોંચવા માટે યોગ્ય માર્ગદર્શન મળતું નથી. ક્યારેક ઘરની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે દિકરીઓના સપના અધૂરા રહી જતા હોય છે. આજે ભારત દેશમાં મોટાભાગના શહેરોમાં દિકરીઓને અભ્યાસ પણ કરવા દેવામાં આવતો નથી. જેના કારણે દિકરીઓએ જોયેલા સપના અધૂરા રહી જતા હોય છે. આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દિકરીઓ અભ્યાસ કરી કંઈક આગળ વધે તે માટે મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવે છે, છતાં પણ આજે પણ એવા અનેક ગામો છે કે જ્યાં દિકરીઓને ભણતર આપવાની મનાઈ છે.

આ તમામ લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે ડીસાની રહેવાસી અને કેનેડામાં રહી અધિકારી બનેલી પ્રગતિ પટેલ. જી.... હા પ્રગતિ પટેલ ડીસાની નાનકડી પટેલ સોસાયટીમાં રહી અને મોટી થઈ, નાનપણથી જ પોતાના મનમાં કંઈક બની અને માતા-પિતાનું નામ રોશન કરવાની ભાવના હતી. આકાશમાં ઉડતા વિમાનને જોઈ અને નાનપણમાં જ પાયલોટ બનવાની ઈચ્છા હતી. જે સપનું પ્રગતિ પટેલે આજે કેનેડામાં રહી સાચું કરી બતાવ્યું છે. પ્રગતિ સંગીત અને રમત-ગમતમાં ખૂબ રસ ધરાવે છે.

ડીસાથી કેનેડા સુધી... પ્રગતિ પટેલની 'પ્રગતિની કહાની'

ગુજરાતનું ગૌરવ પ્રગતિ પટેલ કેનેડામાં દિકરીઓનું નામ રોશન કર્યું છે. પ્રગતિ એન્વાર્મેન્ટ એન્ડ પબ્લિક હેલ્થ ઓફિસરની ફરજ બજાવે છે. આ સાથે સાથે એ રેડોન, એંટીરોનમેનલ કોંટામીનેશન અને ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટની કોર્ડિનેટોર પણ છે. પ્રગતિ એમની સફળતાનો શ્રેય એમના માતા-પિતાના સહકારને આપે છે. પ્રગતિ એમના માતા-પિતાની સાથે સમાજ સેવામાં સતત જોડાયેલા રહે છે. પ્રગતિ એ હજી લગ્ન નથી કર્યા પણ એમનો મોટા ભાગનો સમય સેવામાં અર્પણ કરે છે. હાલમાં એમને ઇન્ડિયામાં તરછોડાયેલા નવજાત શિશુને એડોપ્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એમનું ભવિષ્યમાં બે દિકરીઓને અપનાવનું સપનું છે. એમનું માનવું છે કે, જો હું કોઈપણ બેસહારા બાળકીને જીવન આપી શકું તો મારુ જીવન સફળ થશે. પ્રગતિ 10 અને 12ના વિદ્યાર્થીઓને જીવવિજ્ઞાનના ઓનલાઇન ફ્રી ટ્યૂશન પણ આપે છે. તેમજ સાથે-સાથે એ મહેનતુ વિદ્યાર્થીઓના લક્ષ્યો પૂર્ણ કરવામાં નિસ્વાર્થપણે બનતી બધી મદદ કરે છે.

પ્રગતિના સુખી જીવન માટે ત્રણ સિદ્ધાંતો

  1. તમારી પાસે જેટલું છે, તેના આભારી બનો.
  2. તમે જે પણ છો, તમારામાં શ્રેષ્ઠ બનો.
  3. જીવંત રહો, પ્રેમાળ રહો અને હસતા રહો.

ભારતીય મૂળના પ્રગતિ પટેલ કેનેડામાં રહી હાલ હેલ્થ ઓફિસર બન્યા છે. તેની સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ક્રીનિગ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી રહ્યાં છે. તેઓ 11 વર્ષથી કેનેડા ખાતે માતા-પિતા વગર રહે છે. આજે દેશમાં ભાગ્ય જ એવી કોઈ દિકરી હશે કે, જે માતા-પિતાથી દૂર રહી દેશ તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરતી હોય. આ સ્થાને પહોંચ્યાનો તમામ શ્રેય પ્રગતિ પટેલ તેમના માતા-પિતાને આપી રહ્યા છે.

પ્રગતિના માતા-પિતા હાલ ડીસા ખાતે રહે છે. તેમના પરિવારમાં તેમના એક ભાઈ પણ છે, પરંતુ ક્યારેય તેમના માતા-પિતાએ દિકરા-દિકરી વચ્ચે ભેદ રાખ્યો નથી. જેનું પરિણામ આજે પ્રગતિ પટેલે દુનિયાને સાબિત કરી બતાવ્યું છે. પ્રગતિના પિતાને પોતાની દિકરી કેનેડામાં ઓફિસર બની છે. તે અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મારી દિકરી આજે કેનેડામાં હેલ્થ ઓફિસર બની છે એ ગૌરવની વાત છે.

આજે પ્રગતિ જે સ્થાને પહોંચી છે, તેને જોઈ આજની દિકરીઓના પ્રોત્સાહન માટે ઉદાહરણરૂપ બની છે. પ્રગતિના માત-પિતાએ પોતાના દિકરાને જેટલું શિક્ષણ માટે પ્રોત્સાન આપ્યું છે. એટલું જ પ્રોત્સાન તેમના માતા પિતાએ પોતાની દિકરી પ્રગતિને આપ્યું છે. જેના કારણે આજે દિકરી ભણાવો દિકરી વધાવો સૂત્ર સાચા અર્થમાં સાબિત થઈ રહ્યું છે.

શરૂઆતમાં પ્રગતિને અભ્યાસ માટે મોકલવામાં આવી ત્યારે માતા-પિતાને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ સમય ગયા પછી પ્રગતિ પટેલને સારી જોબ મળતા આજે પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. ભારત દેશનું નામ કેનેડા સુધી ગુંજતું કરનારી બનાહકાંઠી દિકરી પ્રગતિની આ સફળ કહાનીથી અન્ય દિકરીઓ પણ પ્રેરણા લે તો પ્રગતિ પટેલની જેમ અન્ય દિકરીઓના દબાયેલા સપના પુરા થઈ શકે તેમ છે. સંઘર્ષ જ જીવનમાં આગળ વધવાની સાચી ચાવી છે. જે પ્રગતિએ સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે. એટલે જ તો કહેવાય છે કે, જિંદગી બધુ મળી જશે તો મહેનત શાની કરીશું, આમ, પ્રગતિ ગુજરાતના માટે પ્રેરણારૂપ છે.

Last Updated : Mar 8, 2020, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.