- ગ્રેડ-પે વધારવા સંગઠનો દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
- ડીસામાં વિવિધ સંગઠનો પોલીસ સમર્થનમાં જોડાયા
- ડીસા નેશનલ હાઈ-વે પર ટાયરો સળગાવી વિરોધ કર્યો
ડીસા : ગુજરાતમાં અલગ અલગ સ્થળો પર સંગઠનો 'પોલીસ ગ્રેડ-પે' મહા આંદોલનને સમર્થન આપી રહ્યા છે. રાજયમાં સમર્થકો દ્વારા અનેક જગ્યાઓ પર ચક્કાજામ કરી રહ્યા છે. જેમાં ગોપાલ સેના રબારી સમાજ, યુવા કોંગ્રેસ અને NSU પણ જોડાઈ છે. આ તમામ સંગઠનો દ્વારા આજે ડીસા - પાલનપુર હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. લગભગ એક કલાક સુધી ચક્કાજામ કરાતા ભારે ટ્રાફિક સર્જાયો હતો. આ ધટનાં મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસની ટીમ ઘટના સ્થળે પર પહોંચી ગઈ હતી વિરોધકર્તાઓની અટકાયત કરી ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો.
નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ડીસામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકારને પોલીસની માંગણીઓ પુરી કરવાં રજુઆત કરવામાં આવી હતી. તેમજ પોલીસ પરિવારની મહિલાઓ પણ આ વિરોધ પ્રદર્શનમા જોડાઈ હતી અને ડીસા પોલીસ લાઇનથી વિરોધ સ્વરૂપે રેલી યોજીને નાયબ કલેક્ટર કચેરી પહોંચી હતી સાથે ગોપાલ સેના પણ જોડાઈ હતી.
આ પણ વાંચો : આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટે મુલતવ્યો ચુકાદો, આવતીકાલે હાથ ધરાશે સુનવણી
આ પણ વાંચો : Pegasus Spyware: સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટી બનાવી