ઘટના પ્રમાણે, ધાનેરા તાલુકાના ભાટિબ ગામમાં વર્ષો પહેલા થયેલ મર્ડરની બાબતને લઈ આજે 12 વર્ષીય બાળક પર પેટ્રોલ છાંટી આગચાંપીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ બાબતે ધાનેરા પોલીસ સ્ટેશનમાં 3 શખ્શો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના સવારે 6 વાગ્યાની આસપાસ બની છે. જેમાં 12 વર્ષના ભરતને નિશાન બનાવ્યો છે. સાથે જ દરિયાબેન રાજપૂત નામની મહિલાનું પણ ગાદલું સળગાવવાની વિગત ફરિયાદમાં નોંધાવેલ છે. આ ઘટના બાદ બાળકની હાલત ગંભીર હોવાથી ધાનેરા રેફરલથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બાબતે ધાનેરા પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનવાથી હાલ ધાનેરામાં ચકચાર મચી જવા પામી છે.