ETV Bharat / state

ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તું, પ્રતિ લિટરે 10 રૂપિયાનો મોટો તફાવત - ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તુ

હાલમાં ભડકે બળેલા પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈ રાજ્યભરમાં વાહનચાલકો પરેસાન છે, ત્યારે આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન કરતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો.

ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તુ
ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તુ
author img

By

Published : Feb 25, 2021, 2:53 PM IST

  • ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તું
  • એક-બે રુપિયા નહીં પણ પ્રતિ લિટરે 10 રૂપિયાનો મોટો તફાવત
  • ગુજરાતમાં રૂપિયા 10.56 પેટ્રોલ સસ્તું અને ડીઝલ રૂપિયા 3.32 સસ્તું

બનાસકાંઠા: ગુજરાતમાં હાલ ભડકે બળેલા પેટ્રોલ ડીઝલના ભાવોને લઈ પ્રજા પરેસાન છે, પરંતુ અંબાજી નજીક માત્ર 12થી 15 કિલોમીટર દૂર પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ મામલે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તું છે અને એક-બે રુપિયા નહીં પણ પ્રતિ લિટરે 10 રૂપિયાનો તફાવત જોવા મળી રહ્યો છે, જ્યારે પાડોશી ગુજરાત રાજ્યમાં આટલો મોટો તફાવત જોઈને પંપ સંચાલકો હેરાન છે અને પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવા માગ કરી રહ્યા છે. જેથી વન નેશન વન ટેક્ષની જેમ દેશભરના તમામ રાજ્યોમાં એક સરખો ભાવ રહે તેવું ઈચ્છી રહ્યા છે.

ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તું

રાજસ્થાન પાર્સિગના અનેક વાહનોની કતારો અંબાજી પેટ્રોલપંપ પર

રાજસ્થાન કરતાં ગુજરાતના પેટ્રોલ ઉપર વિપરીત અસર જોવા મળી રહી છે. ગુજરાત જ નહીં રાજસ્થાન પાર્સિગના અનેક વાહનોની કતારો અંબાજી પેટ્રોલપંપ ઉપર જોવા મળી રહી છે. ગુજરાતમાંથી રાજસ્થાન જતા વાહનચાલકો અંબાજીથી જ પેટ્રોલ-ડીઝલ ભરાવી રાજસ્થાન તરફ જઈ રહ્યા છે, તો રાજસ્થાનના અનેક વાહનચાલકો અંબાજીમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવી રહ્યા છે.

તમામ રાજ્યોમાં એક સરખો ભાવ રહે તેવી લોકોની ઈચ્છા

રાજસ્થાન કરતાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઓછા અને સસ્તા હોવા છતાં રાજસ્થાનમાં ગ્રાહકોને આકર્ષવા 'ગુજરાત સે સસ્તા પેટ્રોલ-ડીઝલ'ના મોટા હોર્ડીંગ લગાવેલા જોવા મળી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દેશભરમાં સમાંતર ટેક્ષ માટે GST લાગું કર્યુ છે. તેમ હવે પેટ્રોલ-ડીઝલ ઉપર પણ GST લાગુ કરવા માગ કરાઈ રહી છે અને જો પેટ્રોલ-ડીઝલ ઉપર GST લાગૂ કરવામાં આવે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સમાંતરતા જળવાઈ રહે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.