અમેરિકાની પેપ્સીકો કંપનીએ બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ગુજરાત 9 ખેડૂતો સામે દાવો કર્યો છે. જેમાં આ પેપ્સીકો કંપની કોન્ટ્રાકટ બેઝથી ખેડૂતો પાસે એફ સી-5 નામની જાતના બટાટાનું વાવેતર કરાવતી હતી. પરંતુ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો પર પેપ્સીકોએ આક્ષેપ કર્યો હતો કે, પેપ્સીકોના નામે રજીસ્ટર્ડ થયેલા બટાકાની વિશિષ્ટ જાતને ઉગાડી આ ખેડૂતો કાયદાનો ભંગ કરી રહ્યા છે. પેપ્સીકોએ દાવો કર્યો હતો કે પેપ્સીકોની બ્રાન્ડ 'Lays' ચિપ્સના ઉત્પાદનમાં જાણીતું નામ છે. ચિપ્સના ઉત્પાદન માટે બટાકાની FC-5 તરીકે ઓળખાતી ખાસ હાઇબ્રીડ જાત 2001માં રજીસ્ટર્ડ કરાવી હતી. આ જાતના બટાકા ખેડૂતો ઉગાડી તેમના IPRનો ભંગ કરી રહ્યા છે કાયદાનો ભંગ કરી બટાકા બજારમાં વેચી પણ રહ્યા છે. પેપ્સીકોએ આ અંગે કોર્ટમાં પુરાવા પણ રજૂ કર્યા હતા અને પેપ્સીકોની કોર્ટ સમક્ષ માગણી હતી. પરંતુ ખેડુતોએ પણ કંપની સામે બાયો ચડાવી હતી ત્યારે સરકારે પણ ખેડૂતોનો સાથ આપ્યો હતો. આ કેસમાં કિસાન સંઘ પણ ખેડૂતોની પડખે આવી.
ખેડતોની આ જાત મુદ્દે બનાસકાંઠાના ખેડુતોએ જીતની ખુશી મનાવી હતી..