ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણી ઓછું થઇ જતા જળ સંકટના એંધાણ - બનાસકાંઠાના સમાચાર

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશય દાંતીવાડા ડેમના તળિયા દેખાવા માંડ્યા છે. ગત વર્ષે સારા વરસાદના કારણે દાંતીવાડા ડેમ પાણીથી ભરાયો હતો પરંતુ શિયાળાની ઋતુમાં બનાસકાંઠા અને પાટણના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતાં હવે આ ડેમમાં માત્ર 10 ટકા જેટલું જ પાણી રહ્યું છે. જેના કારણે અત્યારે સિંચાઇનું પાણી આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં 10 ટકા જેટલું વધેલું પાણી પીવા માટે આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડામાં પાણી ઓછું થઇ જતા જળ સંકટના એંધાણ

author img

By

Published : Apr 6, 2021, 12:56 PM IST

Updated : Apr 6, 2021, 6:08 PM IST

  • સારા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થઇ હતી.
  • પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 110 ગામોને સિંચાઈ માટે પાણી અપાયું હતું
  • બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટની પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની મુખ્ય જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ બનાસ નદી પર બાંધવામાં આવ્યો છે. જેમાં ગત વર્ષે સારા વરસાદના કારણે 67 ટકા જેટલો ડેમ ભરાયો હતો. આ પાણીનો ઉપયોગ શિયાળામાં રવી સિઝનમાં 1,500 હેક્ટર જમીનમાં સિંચાઇ માટે આપવા માટે કરવામાં આવ્યો હતો. રવી સિઝનમાં પાણી આપ્યા બાદ તેમાં અત્યારે ડેમમાં માત્ર 10 ટકા જેટલું પાણી રહ્યું છે. જે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા માટે મોટો જળસંકટ સર્જી શકે છે. હજી તો ઉનાળાની માત્ર શરૂઆત થઇ છે ત્યારે દાંતીવાડા ડેમમાં તળિયા દેખાવા માંડ્યા છે. ગત વર્ષે ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે દાંતીવાડા ડેમમાં 591.80 ફૂટ સુધી પાણીનો સંગ્રહ થયો હતો. જે અત્યારે માત્ર 554.25 ફૂટ જેટલો છે અને જે આવનારા કપરા સમયની નિશાની છે. ડેમમાં પાણી ખુટી જતા ડેમના સત્તાધિકારીઓ દ્વારા ડેમનું પાણી સિંચાઈ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડામાં પાણી ઓછું થઇ જતા જળ સંકટના એંધાણ

બનાસકાંઠાની જીવાદોરી છે બનાસડેમ

બનાસકાંઠા જિલ્લામાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓમાંથી બનાસ નદી પસાર થાય છે. વર્ષો પહેલા આ નદી પર પાણીનો સંગ્રહ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડેમની સ્થાપના કરવામાં આવી હતી અને આ સંગ્રહ કરેલા પાણીથી બનાસકાંઠા જિલ્લો અને પાટણના ખેડૂતોને પીવા માટે અને સિંચાઈ કરવા માટે પાણી આપવામાં આવે છે. ગતવર્ષે રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી દાંતીવાડા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ હતી અને બંન્ને કાંઠે વહેતી બનાસ નદીના પાણીના કારણે દાંતીવાડા ડેમની જ્યાં 604 ફૂટ સપાટી છે ત્યાં પાણીની આવક થતા ડેમની સપાટી 591 ફૂટ એટલે કે 67 ટકા જેટલો ભરાયો હતો. જેના કારણે બનાસકાંઠા અને પાટણના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી

વધુ વાંચો: પાણી વગર વલખા મારતો બનાસકાંઠાનો સરહદી વિસ્તાર

દાંતીવાડા ડેમમાંથી 87 ગામને પીવાનું પાણી અપાશે

દાંતીવાડા ડેમમાંથી ઉનાળાની શરૂઆતમાં જ ડીસા,પાલનપુર અને દાંતીવાડા તાલુકાના 87 ગામોને પીવા માટે પાણી આપવામાં આવે છે અને અત્યારે જે રીતે ડેમમાં પાણી ઘટી રહ્યું છે તે જોતા આગામી સમયમાં પીવાના પાણી માટે મુશ્કેલી સર્જાઇ શકે છે. અત્યારે દાંતીવાડા ડેમમાં માત્ર 10 ટકા જેટલું જ પાણી છે. જે એક વર્ષ સુધી પીવા માટે ચાલી શકે તેમ છે ત્યારે ચાલુ વર્ષે રાજસ્થાનમાં વરસાદ ન થાય તો આ ત્રણેય જળાશયોમાં પાણીની આવક ઘટે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

વધુ વાંચો: ભાવનગરના છેવાડાના ભળેલા નારી અને અકવાડા ગામમાં પાણીની સમસ્યા

Last Updated : Apr 6, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.