બનાસકાંઠા: વિશ્વમાં દર વર્ષે અલગ અલગ વ્યશનના સેવનથી અસંખ્ય લોકો મોતને ભેટતા હોય છે. તેમજ અત્યારના સમયમાં મોટી સંખ્યામાં યુવાધન સહિત મહિલાઓ પણ અલગ અલગ વ્યશનની લત સાથે જોડાયેલી જોવા મળે છે. અલગ અલગ વ્યશનના કારણે લોકો પોતાનું જીવન જોખમમાં મુક્તા હોય છે પરંતુ અલગ અલગ વ્યશનથી છુટકારો અપાવા માટે બનાસકાંઠામાં આ ટ્રસ્ટ 1989થી વ્યશન મુક્તિ માટેની વિભાગ ચલાવે છે.
વ્યસનમુક્તિ અભિયાન: બનાસકાંઠાના ડીસામાં આવેલ કંસાળી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલમાં ૧૯૮૯માં વ્યસન મુક્તિ વિભાગની શરૂઆત કરી હતી. આ વ્યસન મુક્તિ વિભાગમાં વ્યસનમાંથી મુક્ત થવા માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, યુપી સહિત અનેક રાજ્યોના લોકો આ ટ્રસ્ટમાં વ્યસનથી મુક્ત થવા માટે આવે છે. અહીં આવતા લોકો અફીણ, ડોડા, દારૂ સ્મેક, ગોળી, પાવડર, ગાંજો, તમાકુ, બીડી સહિતના અલગ અલગ વ્યસન સાથે સંકળાયેલા પુરુષો મહિલાઓ અને બાળકો વ્યસનથી મુક્ત થવા માટે આવે છે.
ટ્રસ્ટમાં દરેક સુવિધા: ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલમાં ચાલતા વ્યસનમુક્તિ વિભાગમાં વ્યસનથી મુક્ત થવા માટે આવતા લોકોને સાત દિવસ સુધી રાખવામાં આવે છે. જ્યાં જમવાની, સૂવાની તેમજ રહેવાની તમામ સુવિધા અપાય છે. તેમજ દરરોજ ડોક્ટર દ્વારા તમામ પ્રકારની તપાસ કરવામાં આવે છે. અને સવાર-સાંજ ભગવાનની આરતી તેમજ ભજન કીર્તન સહિત વ્યસન મુક્તિનું જ્ઞાન પણ અપાય છે. સાત દિવસ બાદ અહીં આવેલા લોકોને ઘરે ગયા પછી તેમને આ ટ્રસ્ટ દ્વારા તે લોકોને એક વર્ષ સુધી સાર સંભાળ કરવા આવે છે.
'1989 માં ભણસાલી હોસ્પિટલ દ્વારા વ્યસન મુક્તિ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં અત્યાર સુધી 37,229 જેટલા લોકો વ્યસનથી મુક્ત થવા માટે આવ્યા છે. જેમાં પુરુષ 36,944, મહિલાઓ 243, બાળકો 42 આ તમામ લોકો આ વ્યસન મુક્તિ વિભાગમાં વ્યસનથી છુટકારો મેળવવા માટે આવ્યા હતા, જેમાંથી 25,642 લોકોએ આ તમામ અલગ અલગ વ્યસનમાંથી મુક્ત થયા છે. આ ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવતા વ્યસનમુક્તિ અભિયાનને જિલ્લાના સહિત અન્ય રાજ્યોના તમામ લોકો બિરદાવી રહ્યા છે.' - દેવરાજભાઈ પ્રજાપતિ, ફિલ્ડ વર્કર
25,642 લોકો થયા વ્યસન મુક્ત: આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ભણસાલી હોસ્પિટલના ફિલ્ડ વર્કરમાં કામ કરતા દેવરાજભાઈ જેઠાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અહીં અલગ અલગ રાજ્યમાંથી વ્યસન છોડવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. આ તમામ લોકો આ વ્યસન મુક્તિ વિભાગમાં વ્યસનથી છુટકારો મેળવવા માટે આવ્યા હતાં તેઓ પોતાના ઘરે હાલ વ્યસન મુક્ત થઈ શાંતિથી પોતાનું જીવન ગુજારે છે.