બનાસકાંઠા : દાંતા સ્ટેટના રાજવી પરિવારના પૂર્વજો દ્વારા (Royal Family Ambaji Suit) અંબાજી વિસ્તાર સહિત આસપાસના ગામો પર હક્ક દાવાને લઈને વર્ષ 1970માં નામદાર દાંતા સિવિલ કોર્ટમાં દિવાની દાવો રજૂ કર્યો હતો. 50 વર્ષ બાદ ચુકાદામાં રાજવી પરીવાર દ્વારા માંગણી કરેલી મિલકતોને (Ambaji Temple Diwani Claim) કોર્ટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફે ચુકાદો આપ્યો છે. જેને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને કોર્ટે મોટી રાહત આપી છે.
આ પણ વાંચો : જ્ઞાનવાપી કેસનો દાવો દાખલ કરનાર મહિલાઓ જણાવ્યુ રહસ્ય જુઓ શુ છે મામલો
ઉપલી કોર્ટમાં જવા જણાવ્યું - આ ઉપરાંત નામદાર કોર્ટે મહારાણા પૃથ્વિરાજસિંહના વારસાનો દાવો કાઢી તેઓને રૂપિયા 50 હજારનો દંડ અને પ્રતિવાદીઓના દાવાનો ખર્ચ ભોગવવા માટેનો પણ હુકમ કરવામાં આવેલો છે. આ હક્ક દાવામાં દાંતા સ્ટેટના રાજવી પરીવારના (Ambaji Civil Court) વંશજો દ્વારા હક્ક દાવાની અરજી ફગાવી દેતાં તેમને હવે તેમના વારસદારો દ્વારા પોતાના વકીલોની સલાહ સુચનથી ઉપલી કોર્ટમાં અપીલમાં જવા માટે જણાવ્યું હતું.
દિવાની દાવો - જોકે દાંતા સ્ટેટના રાજવી પરીવાર દ્વારા પોતાના હક્ક દાવામાં અંબાજી મંદિર, ગબ્બર સહિત આસપાસના 8 ગામો પર પોતાનો હક્ક હોવાનો (Claim Royal Family on Ambaji Temple) દિવાની દાવો કર્યો હતો. મહારાણા પૃથ્વિસિંહે 1948મા તમામ જગ્યાઓ કેન્દ્ર સરકારને સુપરત કરી હતી (Civil Petition Against Ambaji Temple) તેવી માહિતી મળી રહી છે.