બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, સુઈગામ, ભાભર અને થરાદ સહિત આજુબાજુના પંથકમાં છેલ્લા બે દિવસથી કમોસમી માવઠું થઈ રહ્યું છે. અંહી કરા સાથે વરસાદ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે, સતત બે દિવસ કમોસમી માવઠાને કારણે જિલ્લામાં મકાનો ધરાશયી થતા નીચે દટાઈ જતા એક બાળક સહિત બે વ્યક્તિઓના મોત પણ થયા છે.
જ્યારે જોરદાર પવન અને વાવાઝોડાના કારણે અસંખ્ય લોકોના ઘરના પતરા ઉડી જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ બનાસકાંઠા જિલ્લો કોરોના ગ્રસ્ત છે ત્યારે દિવસેને દિવસે કેસમાં વધારો થઇ રહ્યો છે. આ તમામ વચ્ચે કમોસમી વરસાદના ખેડૂતોને નુકસાન થઇ રહ્યો છે. ખેડૂતોનું સર્વે થાય અને તેઓને સરકાર તરફથી સહાય મળે તે માટે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી અને આ નુકસાન ગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે યોગ્ય સહાય આપવામાં આવે તેવી માગ કરી છે.