ડીસા તાલુકાના પેછડાલ ગામે આવેલ હનુમાનપુરા દૂધ મંડળીના મંત્રી એક કરોડ પાંચ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. આ મહિલા દૂધ મંડળીમાં 300 જેટલા ગ્રાહકો છે. આ મહિલા ગ્રાહકો દિવસ-રાત મજૂરી કરી પશુપાલન કરી દૂધ મંડળીમાં દૂધ આપે છે. તેના વાર્ષિક નફો વર્ષના અંતે ગામના ગ્રાહકોને આપવામાં આવતો હોય છે. જેમાં અહીંના 300 જેટલા ગ્રાહકોને છેલ્લા બે વર્ષનો નફો એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલો થયો છે.
જોકે તે સમયના મંડળીના મંત્રી નાનજીભાઈ પટેલ ખોટા રેકડો ઉભા કરી આ નફામાંથી બનાસ દાણ ખરીદી હોવાનું ચોપડે દર્શાવ્યું હતું અને મંડળીના ઓડીટ માટે આવતા સરકારી ઓડિટ પણ મંત્રી પર રહેમ નજર રાખી ઉચાપતમા સાથ આપ્યો છે. જોકે આ અંગેની જાણ થતાં જ મંડળીના ગ્રાહકોએ જિલ્લા રજીસ્ટ્રાર, બનાસ ડેરી, જિલ્લા કલેકટર અને આગથળા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે.