- રાજ્યના 1 લાખ લોકોને રોજગારી આપવા આગામી સમયે રાજકોટમાં થશે કાર્યક્રમ
- જિલ્લાના વધુને વધુ યુવાનોને રોજગારી અપાવવા કલેક્ટરે યોજી બેઠક
- યુવાનોને ITIની મુલાકાત લેવડાવી ટેક્નિકલ શિક્ષણ માટે પ્રેરિત કરવા કલેક્ટરની હાંકલ
બનાસકાંઠા: જિલ્લા રોજગાર સમિતિની બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે, વિવિધ રોજગાર ભરતી મેળાઓ અને એપ્રેન્ટિસ યોજનામાં જિલ્લામાં ખુબ સારી કામગીરી થાય છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ITIની મુલાકાત લઇ વિવિધ ટ્રેડ અંગે જાણકારી મેળવે તથા સ્કીલ ડેવલોપમેન્ટના કોર્ષ કરી રોજગારી મેળવે તે દિશામાં પણ ચર્ચા વિચારણા આ બેઠકમાં કરાઈ હતી.
આ પણ વાંચો: રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન મેળવશે રોજગારલક્ષી તમામ માહિતી આંગળીના ટેરવે
સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા પ્રયત્નો
અનુબંધ કાર્યક્રમમાં GIDC, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની મહત્તમ ખાલી જગ્યાઓ મેળવી તેની નોંધણી કરાવી યુવાનોને રોજગારી આપવી એ આ રાજ્યવ્યાપી કાર્યક્રમનો ઉદેશ્ય છે. અનુબંધ કાર્યક્રમ અંતર્ગત રોજગાર ખાતા દ્વારા વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવશે અને યુવાનો તથા નોકરીદાતાઓની ઓનલાઇન નોંધણી કરવામાં આવશે.
આ પણ વાંચો: અરવલ્લીમાં જિલ્લા કલેક્ટર દ્વારા રોજગાર વેબિનારનું આયોજન કરાયું