બનાસકાંઠા: ડીસામાં રહેતા પ્રતિક મહેન્દ્રભાઈ પટેલ જેઓને એચપી કંપનીમાં ગેસનું કનેક્શન ધરાવે છે. ડીસા રીંકુ ગેસ એજન્સીમાંથી કનેક્શન મેળવેલું છે. જોકે ગત વખતે બોટલ લેતી વખતે ગેસની સબસિડી જમાં નહીં થતા રીંકુ ગેસ એન્જસીની ચોપડી પર લખેલા મોબાઈલ નંબર પર કોલ કરેલો એ નંબર બંધ આવતા પ્રતિકભાઈએ વેબસાઈટ પરથી રીંકુ ગેસ એજન્સીનો નંબર મળવ્યો હતો.
આ મોબાઈલ નંબર 8343067659 પર ફોન કર્યો હતો, પંરતુ ફોન રિસીવ કર્યો નહી. જે બાદમાં તરત જ પ્રતિકભાઈના મોબાઈલ પર 9348716981 પરથી ફોન આવેલો અને જણાવ્યું કે, તમારે ગેસના બોટલની સબસિડી મેળવવી બેંક એકાઉન્ટની ડિટેલ આપવી જેથી પ્રતિકભાઈ એ રીંકુ ગેસ પર રૂબરૂ આવવાની વાત કરી હતી. પરંતુ લોકડાઉન સમયે ન આવવા જણાવી બેંક ડિટેલ માગતા પ્રતિકભાઈએ ડિટેલ આપેલી અને ત્યાર બાદ તેમના બેંકમાંથી રૂ 45,000 ઉપડી ગયા હતા.
આ અંગે મેસેજ આવતા જ પ્રતિકભાઈએ બાકીના બેંકમાં પડેલા નાણાં અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે, પોતે છેતરાયા હોવાનું ધ્યાને આવતા તેઓ રિકું ગેસ એજન્સી પર ગયા હતા. વેબસાઈટ પર દર્શાવેલા નંબર બાબતે તપાસ કરતા રીંકુ ગેસ એન્જસી દ્વારા આવો કોઈ નંબર વેબસાઈટ પર મુક્યો ન હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં પ્રતિકભાઈ મહેન્દ્રભાઈ પટેલએ ડીસા ઉત્તર પોલીસ મથકે પોતાની સાથે રૂ 45 હજારની છેતરપીંડી થતા લેખિત ફરિયાદ નોંધાવી હતી. જે બાદ બનાસકાંઠા ક્રાઈમ બ્રાન્ચને લેખિતમાં ફરીયાદ નોંધાવી હતી.