ધાનેરામાં બની રહેલા નવા પુલની કામગીરી રહીશો માટે માથાનો દુઃખાવો બની છે. જે અંગે સ્થાનિકોએ ઘાનેરા પ્રાંત અઘિકારીને આવેદન આપી રજૂઆત કરી હતી.
આવેદનમાં જણાવ્યું હતું કે, સર્વિસ રોડ રેલવે લાઈનને ક્રોસ કરતો નથી. જેના કારણે અકસ્માત સર્જાવી ભિતી રહે છે. તેમજ ડ્રેનેજ આઉટ ગટરની સમસ્યાને કારણે બંને સોસાયટીને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી રહીશોના હિત ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે. જો વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો, સ્થાનિકોએ ગાંઘી ચિંધ્યા માર્ગે આંદોનલની ચિમકી ઉચ્ચારશે.