ETV Bharat / state

Light and sound show Ambaji: અંબાજી ખાતે CM ભૂપેન્દ્ર પટેલ લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું કરશે ઉદ્ઘાટન, 13.35 કરોડના ખર્ચે थયું તૈયાર - અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજ

8થી 10 એપ્રિલના રોજ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ અંબાજી ગબ્બર ખાતે પરિક્રમાના પ્રારંભ અવસરે અનેક કામોનું લોકાર્પણ કરશે. 13.35 કરોડના ખર્ચે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉ (Light and sound show Ambaji)નું પણ લોકાર્પણ કરવામાં આવશે.

અંબાજી ખાતે CM ભૂપેન્દ્ર પટેલ 13.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું કરશે ઉદ્ઘાટન

author img

By

Published : Apr 7, 2022, 5:25 PM IST

ગાંધીનગર: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિ (ambaji chaitra navratri 2022)ના પાવન પર્વ દરમિયાન તારીખ 8થી 10 એપ્રિલના દિવસે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ (ambaji shakti peeth parikrama)નું આયોજન કરવામાં આવ્યું છે. આમ, જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા (junagadh girinar lili parikrama)ની પરિપાટીએ આ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (pavitra yatradham vikas board) તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ (arasuri ambaji devasthan trust)ના ઉપક્રમે કરવામાં આવ્યું છે.

એક જ સ્થળ પર 51 શક્તિપીઠના દર્શન- આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થશે. CM ભૂપેન્દ્ર પટેલ આ પરિક્રમાના પ્રારંભ અવસરે આવતીકાલ શુક્રવાર તારીખ 8 એપ્રિલે સાંજે અંબાજી ધામ પહોંચીને આદ્યશક્તિ અંબાનું પૂજન-અર્ચન કરશે. ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલ અંબાજી ગબ્બર ખાતે રૂપિયા 13.35 કરોડના ખર્ચે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું (Light and sound show Ambaji) લોકાર્પણ કરશે.

ગબ્બર ખાતેના સાંસ્કૃતિક વિલેજનું પણ ઉદ્ઘાટન થશે.

આ પણ વાંચો: Ambaji Parikrama Mahotsav: અંબાજીમાં આગામી 8 એપ્રિલે શરૂ થશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચિંગ- આ ઉપરાંત CM પટેલ કોટેશ્વર મહાદેવ મંદિર (koteshwar mahadev temple) ખાતે રૂપિયા 3 કરોડના ખર્ચે નિર્માણ થનારા રિનોવેશન કાર્યો (Renovation Works At Ambaji)અને યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કરશે. તેઓ ગબ્બર ખાતેના સાંસ્કૃતિક વિલેજ (Cultural Village At Amabji)નું ઉદ્ઘાટન અને અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચિંગ પણ કરશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપનું પણ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે.

કેવો હશે કાર્યક્રમ- શ્રી 51 શક્તિપીઠ ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ અંતર્ગત તારીખ 8 એપ્રિલના રોજ સવારે 6થી 7 વાગ્યા સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલા તમામ મંદિરોની મૂર્તિઓની પુજારીઓ અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રક્ષાલન વિધિ કરાશે. ત્યારબાદ સવારે 7થી બપોરે 11 વાગ્યા સુધી શોભાયાત્રા, જ્યોત યાત્રા અને પરિક્રમા યાત્રા યોજાશે. જેમાં ગબ્બર ગેટ સર્કલથી ગબ્બર (gabbar gate circle ambaji) પ્રવેશદ્વાર સુધી આદિવાસી આશ્રમશાળા, અંબાજી (adivasi ashram shala ambaji)ની 51 દીકરીઓ દ્વારા કળશ યાત્રા અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ટોચ ઉપરથી માતાજીની જ્યોત લાવી તમામ મંદિરોમાં જ્યોત અર્પણ કાર્યક્રમ સાથે પરિક્રમાનો પ્રારંભ થશે.

આ પણ વાંચો: Vijay Rupani visits Ambaji Temple: અંબાજીમાં વિજય રૂપાણી, ગાયિકા અનુરાધા પોડવાલ સહિતના મહાનુભાવોએ કર્યા દર્શન

સાંજે 6.30 કલાકે મહાઅભિષેક કાર્યક્રમ યોજાશે- સવારે 9થી સાંજે 5 સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલા કુલ 5 યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે તથા સવારે 10થી સાંજે 4 સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ કાર્યક્રમો યોજાશે. આરતીમાં સાંજે 6.30 કલાકે મહાઅભિષેક કાર્યક્રમ યોજાશે.

51 શક્તિપીઠ પરિક્રમા- 10 એપ્રિલના રોજ સવારે-9 થી બીજા દિવસ 9 સુધી એટલે 24 કલાક સતત અખિલ બ્રહ્માંડ મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના વિવિધ મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂનની પૂર્ણાહૂતિ કરી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં પાલખી યાત્રા કરવામાં આવશે. સવારે-9 થી સાંજે-5 સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-૫ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે. જેમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ જોડાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.