ETV Bharat / state

ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, 221 ફોર્મ ભરાયાં - ડીસાના તાજા સમાચાર

બનાસકાંઠાની ડીસા, પાલનપુર અને ભાભરની પાલિકાની ચૂંટણી માટે આજે શનિવારે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે રાફડો ફાટ્યો હતો. જે અંતર્ગત ભાજપ કોંગ્રેસ અને AAP સહિત અપક્ષોએ જીતના દાવા સાથે ઉમેદવારી નોંધાવી છે.

ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

author img

By

Published : Feb 15, 2021, 10:44 PM IST

  • ડીસા નગરપાલિકા ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
  • છેલ્લા દિવસે 221 ફોર્મ ભરાયાં
  • યુવાનોને સૌથી વધુ ટિકિટ અપાઈ
  • ભાજપ સંગઠનમાં નારાજગી

બનાસકાંઠાઃ પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે આજે શનિવારે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેમાં ખાસ કરીને ભાજપ માટે લોબિંગ ચલાવનારાઓની ટિકિટ કપાતાં ક્યાંક અપક્ષ તો ક્યાંક AAP પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ સાથે જ ડીસા સંગઠનના માગ્યા મુજબ ટિકિટ ન મળતાં ડીસા ભાજપ સંગઠનમાં નારાજગી જોવા મળી છે, તો ભાભરમાં કોંગ્રેસ સત્તા મેળવવા મજબૂત કહી શકાય તેવા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે પાલનપુરમાં ભાજપના ચાલુ કોર્પોરેટરની ટિકિટ કપાતાં AAPમાં ઉમેદવારી નોંધાવી છે. ડીસામાં પણ ભાજપના ચાલુ કોર્પોરેટરની ટિકિટ કપાતાં તેમણે અપક્ષમાં ઉભા રહી જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, આ વખતે ડીસા વોર્ડ 1માં BSC કરતી મૌસમી સાંખલાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. જે બનાસકાંઠામાં સૌથી નાની વયની ઉમેદવાર છે. મૌસમી સાંખલાએ જણાવ્યું હતું કે, અભ્યાસ સાથે મારા વિસ્તારની જનતાની સેવા પણ કરૂ અને હાલ યુવાઓ દેશના નિર્માણનો પાયો છે, ત્યારે યુવાનોએ રાજકીય શેત્રે આગળ આવવું જોઇએ.

ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

કોંગ્રેસે પણ જીત માટે મજબૂત દાવેદારો મેદાનમાં ઉતાર્યા

ભાજપની જીતની દાવેદારી સાથે કોંગ્રેસ પણ આ વખતે મજબૂત મુદ્દાઓ સાથે ચૂંટણી લડવાની છે, ત્યારે ડીસામાં પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ શાહ અને તેમની પત્ની અને પુત્રી આમ એક જ પરિવારના 3 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. તેમનું કહેવુ છે કે, આ વખતે અમારી સત્તા આવશે ભાજપ એ પાટલી થપથપાવવા સિવાય કશુંજ કર્યું નથી.

ભાજપ સંગઠનમાં નારાજગી

બનાસકાંઠામાં આ વખતે ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે, પંરતુ ઉમેદવારીપત્ર પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.