આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પૈસા કમાવામાં જ વ્યસ્ત છે, ત્યારે આજે પણ કેટલાક એવા વ્યક્તિ છે, જેઓ મોટા-મોટા દાનપુણ્ય કરતા હોય છે. આવી જ એક વ્યક્તિ બનાસકાંઠામાં જોવા મળીછે. કેટલાક વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે પોતાના માતાપિતાથી અલગ રહેતા હોય છે. ત્યારે બનાસકાંઠાના જગાણા ગામમાંઆવેલી પ્રાથમિક શાળામાં ભગવાનભાઈદ્વારા અવિરતપણે 20 વર્ષથી બાળકોને તીથીભોજન આપવામાં આવે છે.
ભગવાનભાઈના પિતા જગાણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. તેમની યાદમાં ભગવાનભાઈ દ્વારા આ શાળાના બાળકોને તીથીભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળોકને અભ્યાસમાં જરૂરિયાત વસ્તુઓ પણ ભગવાનભાઈ દ્વારા પૂરી પાડવામાં આવેછે.
આ અંગે ભગવાનભાઈએ જણાવ્યું હતું કે, જે માતાપિતાએ મોટું દુ:ખ સહન કરીને બાળકોને મોટા કર્યા હોય, તે માતાપિતાને ક્યારે પણ ભૂલવા જોઈએ નહીં. ઉપરાંત તેઓ હંમેશા ખુશ રહે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.