અંબાજી (બનાસકાંઠા): ગુજરાત રાજ્ય રાજપૂત કરણી સેનાએ યોજેલી એકતા યાત્રા વિશાળ રથ સાથે બુધવારે શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. મોડી સાંજે પહોંચેલી આ યાત્રામાં અનેક વાહનો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ સહીત લોકો પણ જોડાયા હતા. રાજપૂત કરણી સેના દ્વારા યોજાયેલી આ યાત્રા 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે કચ્છના માતાના મઢથી શરૂ થઈ હતી. ત્યારબાદ વિવિધ મોટા ધાર્મિક સ્થળે જ્યોતથી જ્યોત મિલાવી હતી. બુધવારે ચોથા દિવસે આ યાત્રા મોડી સાંજે અંબાજી ખાતે (Karni Sena Ekta Yatra reached at Ambaji Banaskantha) પહોંચી હતી.
અંબાજી મંદિરમાં યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત - ક્ષત્રિય સમાજના લોકો માતાજીના જયઘોષ સાથે અંબાજી મંદિર (Karni Sena Ekta Yatra reached at Ambaji Banaskantha) પહોંચ્યા હતા. અહીં તેમણે જ્યોતને મા અંબાની અખંડ જ્યોત સાથે મિલાવી હતી. મંદિરનાં ભટ્ટજી મહારાજે જ્યોતનું સ્વાગત પણ કર્યું હતું. ને ચુંદડી સહિત ફુલહાર પહેરાવી જ્યોતને પરત અર્પણ કરી હતી. અંબાજી મંદિરે પહોંચેલી એકતા યાત્રાની જ્યોતને અંબાજી મંદિર ચાચરચોકમાં રાજ્યકક્ષાનાં શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલાએ (Minister of State for Education Kirtisinh Vaghela) આવકારીને સ્વાગત કર્યુ હતુ અને તેઓ પણ નતમસ્તક થયા હતા.
આ પણ વાંચો- Chardham Yatra 2022: ગંગોત્રી અને યમુનોત્રી ધામના ખુલ્યા કપાટ, ચારધામ યાત્રા આજથી શરૂ
ક્ષત્રિય સમાજની એકતા અનિવાર્ય છે - આ અંગે રાજ્યકક્ષાના પ્રધાન કિર્તીસિંહ વાઘેલાએ (Minister of State for Education Kirtisinh Vaghela) યાત્રાને આવકારતાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજની એકતા (Karni Sena Ekta Yatra) અનિવાર્ય છે. એ એટલાં માટે ક્ષત્રિય સમાજ પ્રજાને રાષ્ટ્ર માટે વિચારે છે ને તેમના ઉદ્દેશ પરૂપુર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો- ઉત્તરાખંડમાં હવામાનનો એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે, જુઓ વીડિયો
16 દિવસ ચાલશે આ યાત્રા - જોકે, સમગ્ર ગુજરાતમાં રાજપૂત કરણી સેના દ્વારા યોજાયેલી આ એકતા યાત્રા (Karni Sena Ekta Yatra) એક ઐતિહાસિક સૌથી મોટી યાત્રા માનવામાં આવે છે, જે 1,800થી 2,000 કિલોમીટરની યાત્રા છે. ને 16 જેટલાં દિવસમાં પૂર્ણ કરીને સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવજીના મંદિરે પૂર્ણ કરાશે. આ યાત્રા મુખ્યત્વે સમાજના સંગઠન અને એકતા, રાજકીય, શૈક્ષણિક જાગૃતિ આવે સાથે સામાજિક કુરિવાજો નાબૂદ થાય તેવા ઉદ્દેશ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.