બનાસકાંઠા : જિલ્લાના વડગામ તાલુકાના વરનાવાડા ગામે રાજ્યકક્ષાના સહકાર પ્રધાન જગદીશ પંચાલનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં રાજ્યકક્ષાના સહકાર પ્રધાન જગદીશ પંચાલ પ્રવચનમાં ભાન ભૂલ્યા હોય તેવો વિડીયો હાલ સોશીયલ મીડીયામાં (Jagdish Panchal Statement in Vadgam) વાયરલ થયો છે. જગદીશ પંચાલ પોતાના પ્રવચનમાં ભાજપને વોટ ન આપનાર દેશના ગદ્દાર છે તેમ જણાવ્યું હતું. જેને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પલટવાર કર્યો છે. મેવાણીએ કહ્યું કે, એકવાર મને વિધાનસભામાં મારી હાજરીમાં આ શબ્દપ્રયોગ કરી બતાવો. (Jagdish Panchal vs Jignesh Mevani)
ભાજપને વોટ ન આપનાર દેશના ગદ્દાર વરનાવાડા ગામે કાર્યક્રમમાં જગદીશ પંચાલે લોકોને જણાવ્યું હતું કે, આ સીટ ખોવા પાછળનું કારણ ભાજપના ગદ્દારો છે. જે પણ લોકોએ ભાજપને વોટ નથી આપ્યો તે દેશ સાથે ગદ્દારી કરી છે. વડગામ બેઠક ન જીતાડી રાષ્ટ્ર સાથે ગદ્દારી લોકોએ કરી છે. તે ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા સ્વાગતમાં ફુલહારનો આડંબર કરતા કરતા બેઠક જીતાડી હોત તો આજે મને ખુશી થતી હોત. યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ આ સમગ્ર સભા દરમિયાન રાજ્યકક્ષાના સહકારી પ્રધાને આપેલા પ્રવચનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને વડગામના ધારાસભ્ય મેવાણીનો તીખી તલવારથી પલટવાર સામે આવ્યો છે. (Jagdish Panchal program in Varnawada village)
આ પણ વાંચો સંવિધાન બચાવો દેશ બચાવો, પોરબંદરમાં કૉંગ્રી નેતા મેવાણીનો હુંકાર
જીગ્નેશ મેવાણીનો પલટવાર જગદીશ પંચાલના નિવેદનને લઈને જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani Statement) પલટવાર કર્યો હતો. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, વડગામ બેઠક પર કરોડોની રેલમછેલ ,લોકોને ડરાવ્યા છતાં લોકો અડીખમ રહેતા ગદાર કહ્યું. આગામી જિલ્લા પંચાયત ચૂંટણી લોકો તમને આનો જવાબ આપશે. મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, એકવાર મને વિધાનસભામાં મારી હાજરીમાં આ શબ્દપ્રયોગ કરી બતાવો. (Jignesh Mevani strike on Jagdish Panchal)
આ પણ વાંચો બિલ્કિસ બાનોના ગુનેગારોનું સ્વાગત કરવું તે ગુજરાતના સંસ્કાર નથી: જીગ્નેશ મેવાણી
વડગામમાં ચૂંટણીનો માહોલ ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, ત્યાં કેટલાક પક્ષના નેતાઓની હાર થઈ છે. તો કેટલાક નવા વિધાનસભાના ચહેરાઓ પોતાની જીત બાદ વિકાસની શરૂઆત કરી ચૂક્યા છે. કેટલીક જગ્યાએ હારેલા ઉમેદવારોના સમર્થનમાં આવેલા નેતાઓ તેમની હાર પાછળના કારણો અલગ અલગ રીતે બતાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચાર ભાજપ ચાર કોંગ્રેસ અને એક અપક્ષના ફાળે સીટ ગઈ હતી. બનાસકાંઠા જિલ્લાની જે સીટ પર લોકોની સૌથી વધુ નજર હતી. તે સીટ પર ભાજપમાંથી મણી વાઘેલા અને કોંગ્રેસમાંથી જીગ્નેશ મેવાણી વચ્ચે સીધી ટક્કર થઈ હતી. સવારથી જ ભાજપના મણી વાઘેલા કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીથી વોટમાં આગળ ચાલી રહ્યા હતા, પરંતુ છેલ્લે સુધી આગળ ચાલી રહેલા ભાજપના મણી વાઘેલાએ 3500 વોટથી કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.