- 11 વોર્ડની 44 સીટો માટે જામ્યો છે ચૂંટણી જંગ
- સહુથી વધું 17 ઉમેદવારો વોર્ડ નં 11માં
- સહુથી ઓછાં 10 ઉમેદવારો વોર્ડ નં 2માં
બનાસકાંઠા : પાલનપુર પાલિકાની 2015ની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકોમાંથી 23 સીટો BJPને જ્યારે 21 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી. ભાજપે પાંચ વર્ષ સુધી પાલિકાનું શાશન સંભાળ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ શાસક પક્ષની નીતિઓથી નગરજનોના મનમાં અનેક શંકા કુશંકા ઘેરાયેલી છે. રસ્તા, પાણી, સફાઈ જેવા પાયાના પ્રશ્નો હજુ સુધી નગરજનોને સતાવી રહ્યાં છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં શહેરીજનો કોને શાશન સોંપે છે. તે તરફ સહુ કોઈની મીટ મંડરાયેલી છે. ભાજપ કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાને છે.
![239 ફોર્મમાંથી 144 ફોર્મ માન્ય રહ્યાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj10056-bns-pln-approvalform_15022021230302_1502f_1613410382_655.jpg)
આપ પાર્ટી નિર્ણાયક બની શકે તેવી સંભાવના
આપ પાર્ટી નિર્ણાયક બની શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. આ ચૂંટણીમાં વિખવાદને જોતાં ભાજપ અને કોંગ્રેસના સીધા જ મેન્ડેટ ચૂંટણી અધિકારીઓને આપ્યા હોવાથી બન્ને પક્ષોમાંથી મોટી સંખ્યામાં ચૂંટણી ફોર્મ ભરાયા હતા, તેથી ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના દિવસે કુલ 239 ફોર્મમાંથી 144 ફોર્મ જ માન્ય રહ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોના મેન્ડેટ સહિતના બધા જ ફોર્મ માન્ય રહ્યાં છે. જેમાં સહુથી વધુ 17 ઉમેદવારો વોર્ડ નં. 11માં ઉભા છે. જ્યારે સહુથી ઓછાં 10 ઉમેદવારો વોર્ડ નં. 2માં ઉભા છે. જ્યારે આપ પાર્ટીના પણ 27 ઉમેદવારો આ ચૂંટણી જંગમાં ઉભા હોવાથી આ વખતની ચૂંટણી ભારે રોચક રહેવાની સંભાવના રહેલી છે.
વોર્ડ પ્રમાણે ઉમેદવારોની સંખ્યા
વોર્ડ નં 1 (કુલ 12)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-2
- અપક્ષ-2
વોર્ડ નં 2 (કુલ 10)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-1
- અપક્ષ-1
વોર્ડ નં 3 (કુલ 12)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-2
- અપક્ષ-2
વોર્ડ નં 4 (કુલ 13)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-0
- અપક્ષ-5
વોર્ડ નં 5 (કુલ 13)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-2
- અપક્ષ-3
વોર્ડ નં 6 (કુલ 15)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-4
- અપક્ષ-3
વોર્ડ નં 7 (કુલ 14)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-3
- અપક્ષ-3
વોર્ડ નં 8 (કુલ 12)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-3
- અપક્ષ-1
વોર્ડ નં 9 (કુલ 16)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-4
- અપક્ષ-4
વોર્ડ નં 10 (કુલ 12)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-2
- અપક્ષ-2
વોર્ડ નં 11 (કુલ 17)
- બીજેપી-4
- કોંગ્રેસ-4
- આપ-4
- અપક્ષ-5