બનાસકાંઠાઃ જિલ્લામાં વધુ 3 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે. કોવિડ હોસ્પિટલના ડૉક્ટરો તેમજ સ્ટાફે આ ત્રણેય દર્દીઓને તાળીઓના ગડગડાટ સાથે અને ગિફ્ટ આપી વિદાય આપી હતી.
બનાસકાંઠામાં વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેમાં અત્યાર સુધી બનાસકાંઠામાં કુલ 30 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી એક 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. જ્યારે 5 વર્ષીય મહેક સ્વસ્થ થઈ જતા તેને રજા આપી દેવામાં આવી છે. ત્યારે બાદ પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં દાખલ 28 દર્દીઓ પૈકી વધુ ત્રણ દર્દીઓનો સતત બીજીવાર કોરોના વાઇરસ નેગેટિવ રિપોર્ટ આવતા આ ત્રણ લોકોને રજા આપવામાં આવી છે.
જેમાં 4 વર્ષીય સુલાફા ઢુંકા, 14 વર્ષીય અજય ચૌહાણ અને 19 વર્ષીય આશા પરમારનો સતત બીજીવાર કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી આ ત્રણેય દર્દીઓને પાલનપુરની કોવિડ હોસ્પિટલના તબીબી અને સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે અને ગિફ્ટ આપી વિદાય આપી હતી.
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગની સતત દેખરેખ અને સાવચેતીના કારણે અત્યાર સુધી બે બાળકો સહિત 4 લોકો કોરોના જેવી મહમારીને માત આપી જલ્દી સ્વસ્થ થઈ ઘર જઈ શક્ય છે. તેમજ પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં હજુ પણ 25 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે આ તમામ દર્દીઓ પણ જલ્દી કોરોના મુક્ત થાય તે માટે તબીબો અને સ્ટાફ રાતદિવસ કામ કરી રહ્યા છે અને તેમની મહેનત જલ્દી રંગ લાવે તેવું સૌ જિલ્લા વાસીઓ ઇચ્છી રહ્યા છે.