ડીસા ખાતે પણ ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ કરાવતી નજરે પડી હતી. ડીસા શહેર ટ્રાફિક પોલિસ દ્વારા બ્લેક કાચ વાળી ગાડીને દંડ આપતા વાહન ચાલકે પોતાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકાર જે નિયમો બનાવવામાં આવ્યા છે તે સારી બાબત છે, પરંતુ દંડની રકમ ઘણી વધારે છે તેને ઘટાડવી જોઈએ.
ડીસામાં ટ્રાફિકની કામગીરી કરતા દિલીપભાઈ બ્રહ્મભટ્ટે વાહન ચાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરાવવા માટે વાહન ચાલકોએ પણ સહયોગ આપવો જોઈએ. જેનાથી કોઈ કાયદો અને વ્યવસ્થા બની રહે. સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. બેશક વાહન ચાલકો માટે આ નવા નિયમો આર્થિક બોજ વધારનારા છે, પરંતુ આ નિયમોને પગલે વાહન ચાલકોની સુરક્ષામાં વધારો થશે અને વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ વધશે.