ETV Bharat / state

કાંકરેજ તાલુકાના કાકરાળા ગામે પત્નીની હત્યા કેસમાં પતિને આજીવનકેદની સજા ફટકારાઈ - husband killed wife

બનાસકાંઠાના ડીસામાં આજે મંગળવારના રોજ બે સંતાનની માતાની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સ્ત્રી પરના અત્યાચારો ઘટે અને માનવ વધ જેવા ગુન્હાઓ અટકે તે માટે ડીસાની સેશન્સ કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

ડીસા
ડીસા
author img

By

Published : Jun 15, 2021, 10:31 PM IST

  • કાંકરેજ તાલુકાના કાકરાળા ગામે પત્નીની હત્યા કેસમાં પતિને આજીવનકેદ
  • બનાસકાંઠા જિલ્લામાં હત્યા ગુનાઓમાં વધારો
  • ડીસા કોર્ટે હત્યારા પતિને આજીવનકેદની સજા ફટકારી

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના કાકરાળા ગામે રહેતા જશીબેન ઠાકોરના લગ્ન 11 વર્ષ અગાઉ સમાજનાં રીતિ-રિવાજ મુજબ મૈડકોલ ગામે રહેતા ભગાજી રામાજી ઠાકોર સાથે થયા હતા શરૂઆતમાં બંનેનું દામ્પત્યજીવન સુખરૂપ ચાલતાં તેઓને બે સંતાનની પ્રાપ્તિ પણ થઈ હતી. તેમના પતિએ તેમને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા.

આરોપી
આરોપી

આ પણ વાંચો: કાંકરેજમાં 2015માં સગીરાનું અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારાઈ

સામાન્ય બોલાચાલીમાં પત્નીની હત્યા

તે દરમિયાન 2018ની સાલમાં જશીબેન પોતાના બે બાળકો સાથે પિયર ગયા હતા અને બાદમાં તેમના પતિ તેમને તેડવા માટે સાસરીમાં પહોંચ્યા હતા. જોકે તે સમયે પરિવારમાં કોઈ હાજર ન હોવાથી માતા પિતા આવ્યા બાદ સાસરીમાં જવા માટે જાશીબેને તેમના પતિને કહ્યું હતું, પરંતુ વાતવાતમાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ ચપ્પા વડે પત્ની પર હુમલો કર્યો હતો તે સમયે જશીબેન ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા હતા. પરંતુ રસ્તામાં ઠોકર આવી જતાં તેઓ પડી ગયા હતા અને તે સમયે તેમના પતિએ પત્ની ના પેટ અને છાતી પર ખંજર વડે આડેધડ ઘા કરી તેમની હત્યા કરી હતી.

ડીસા

આ પણ વાંચો: ધ્રાંગધ્રા કોર્ટે પ્રેમી અને માતાને દિકરીની હત્યાનાં કેસમાં ફાંસીની સજા સંભળાવી

આ કેસ ડીસાની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો

જે અંગેનો કેસ ડીસાની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો આ કેસ દરમિયાન સરકારી વકીલ અને ધારદાર દલીલો, સંયોગિક પુરાવાઓ, સાક્ષી, પંચોની જુબાની ના આધારે એડિશનલ સેશન્સ જજ સી કે મુનશીએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્ત્રી પર અત્યાચારો ઘટે, માનવ વધ જેવા ગુનાઓ બનતા અટકે અને ગુનેગારોને કાયદાનો ડર રહે તે માટે સમાજમાં દાખલારૂપ સજા ફટકારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.