ETV Bharat / state

ગૃહપ્રધાન બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે, ભાજપ કાર્યાલયનું કર્યું ઉદ્દઘાટન - ગૃહપ્રધાન હર્ષ સંઘવી

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા રવિવારે વહેલી સવારથી જ તેઓએ પોતાના માદરે વતન ડીસામાં ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યા બાદ ભવ્ય રેલી અને ત્યારબાદ જૂના ડીસા ખાતે ગૌશાળામાં કેન્દ્રનું ઉદ્દઘાટન કરી માતૃભૂમિની મુલાકાત લીધી હતી.

ગૃહપ્રધાન બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે, ભાજપ કાર્યાલયનું કર્યું ઉદ્દઘાટન

author img

By

Published : Nov 7, 2021, 11:00 PM IST

  • ગૃહપ્રધાન બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે
  • ડીસા ખાતે ભાજપના કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન
  • જુનાડીસા ખાતે ગૌશાળાનું ઉદ્ઘાટન કર્યું

બનાસકાંઠા: ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન બે દિવસથી બનાસકાંઠા જિલ્લાનાં પ્રવાસે છે .શનિવારે ગૃહપ્રધાન પોતાના પરિવાર સાથે વતન ખાતે પહોંચ્યા હતા જ્યાં વિવિધ સંગઠનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ ડીસા તાલુકાના સાટીયા ગામ ખાતે પણ તેમનું ગ્રામજનો દ્વારા સાકર તુલા કરવામાં આવી હતી. આમ ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવતા ભાજપના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ગૃહપ્રધાન બન્યા બાદ પોતાના વતનમાં પ્રથમવાર મુલાકાત કરતા સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

ડીસામાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું
રવિવારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ડીસા શહેરના મહેમાન બન્યા હતા. ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ડીસા પહોંચતા તેમનું વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ ડીસાની દિપક હોટલ પાસે આવેલ ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. કાર્યાલય ઉદઘાટન કાર્યક્રમ બાદ હર્ષ સંઘવી એક ભવ્ય રોડ શોમાં જોડાયા હતાંઆ રોડ શો માં તેમની સાથે બનાસકાંઠા ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર નિકળેલા આ રોડ શો અને બાઇક રેલી દરમ્યા હર્ષ સંઘવીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. આ વિવિધ વિસ્તારોમાં ફરતાં ફરતા રેલી જૂનાડીસા પહોંચી હતી. જ્યાં ગામના લોકોએ ગૃહપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીંયા તેઓએ ગૌશાળા ખાતે સેડનું ઉદ્ઘાટન કર્યું હતું.

સુરેન્દ્રનગર હત્યા બાબતે નિવેદન
સુરેન્દ્રનગર નગરમાં થયેલા પોલીસ એન્કાઉન્ટર મામલે ડીસામાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે આરોપી મુન્ના કરીને ઓળખાતો જેની ઉપર 86 ગુનાઓ રજીસ્ટર હતા જેમાંથી 59 ગુનાઓમાંએ વોન્ટેડ હતો.આરોપી આ ગામમાં ઘુસ્યો છે તેવી માહિતી મળતા પોલીસએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. તેની પત્ની ઉપર પણ 6 ગુનાઓ છે જેમાં એક ગુજકોસીટના ગુનામાંતે જેલમાં છે. તેનો સાળો પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે ખૂનના ગુનામાં જેલમાં છે. તાડપત્રી ગેગના નામે આ ઓળખતા હતા અને 17 જેટલા તેમના સાગરીત જેલમાં છે.

આ પણ વાંચો: HM On Police Recruitment: શારીરિક કસોટીને વધુ પ્રાધાન્ય, TRB jawans પૈસા માગે તો ઉપરી અધિકારીની થશે તપાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.