ETV Bharat / state

બનાસકાંઠામાં ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

બનાસકાંઠા: જિલ્લામાં આવેલા પાલનપુરમાં ડેન્ગ્યુના દર્દીઓમાં એકાએક વધારો થયો હોવાની માહિતી મળતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. જો કે આ અહેવાલના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી સેમ્પલો લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 20, 2019, 5:08 AM IST

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો થયો હોવાની માહિતી મળતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક 4 ટીમો દ્વારા ડેન્ગ્યુ પ્રભાવિત બેચરપુરા વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો.

ડેન્ગ્યુના દર્દીઓમાં એકાએક વધારો

તેમજ ઘરે ઘરે ફરીને સર્વે હાથ ધર્યો હતો. આરોગ્ય વિભાગની 4 ટીમો દ્વારા સતત આ વિસ્તારમાં મોનીટરીંગ કરી લોકોના બ્લડ સેમ્પલ લીધા હતા. જેમાં 15 જેટલા લોકોને સામાન્ય તાવની બીમારી જણાઈ હતી. જ્યારે ત્રણ લોકોને શંકાસ્પદ ડેન્ગ્યૂ જણાતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તો આ અંગે એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર એન.કે.ગર્ગે જણાવ્યું હતું કે, ખાનગી હૉસ્પિટલોમાં પ્લેટલેટ કાઉન્ટના આધારે, રેપીડ ડાયજ્ઞોસીસ, અથવા કાર્ડ મેથડના આધારે ડેન્ગ્યુ હોવાનું અનુમાન લગાવતા હોય છે. જે ખરેખર વેલીડ નથી.

સરકાર દ્વારા એલિઝા નામનો ટેસ્ટ કરવામાં આવે છે. તે ટેસ્ટ માત્ર પાલનપુર સિવિલમાં થાય છે. એટલે જો એલિઝા ટેસ્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવે તો જ તે દર્દીને ડેન્ગ્યુ થયો હોવાનું પુરવાર થાય છે. પાલનપુર સિવિલમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 92 દર્દીઓઓનો ડેન્ગ્યુ માટેના ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાં માત્ર બે લોકોને જ ડેન્ગ્યુ પહોંચી ગયો આવ્યો હતો.

Intro:લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.19 07 2019

સ્લગ... ડેન્ગ્યુ

એન્કર......બનાસકાંઠાના પાલનપુરમાં ડેન્ગ્યુ ના દર્દીઓમાં એકાએક વધારો થયો હોવાની માહિતી મળતા જ આરોગ્ય વિભાગ માં હરકત માં આવી ગયું હતું. જોકે આ અહેવાલના પગલે આરોગ્ય વિભાગે ડેન્ગ્યુ પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી સેમ્પલો લઈ કાર્યવાહી હાથ ધરી છે....

Body:વી ઓ ......બનાસકાંઠા ના મુખ્ય મથક પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા માં એકાએક વધારો થયો હોવાની માહિતી મળતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક ચાર ટીમો દ્વારા ડેન્ગ્યુ પ્રભાવિત બેચરપુરા વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો, તેમજ ઘરોમાં ફરી સર્વે હાથ ધર્યો હતો ચાર ટીમો દ્વારા સતત આ વિસ્તારમાં મોનીટરીંગ કરી લોકોના બ્લડ સેમ્પલ લીધા હતા .જેમાં ૧૫ જેટલા લોકોને સામાન્ય તાવ ની બીમારી જણાઈ હતી. જ્યારે ત્રણ લોકોને શંકાસ્પદ ડેન્ગ્યૂ જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર એન કે ગર્ગે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં પ્લેટલેટ કાઉન્ટ ના આધારે , રેપીડ ડાયજ્ઞોસીસ , અથવા કાર્ડ મેથડ ના આધારે ડેન્ગ્યુ હોવાનું અનુમાન લગાવતા હોય છે જે ખરેખર વેલીડ નથી સરકાર દ્વારા એલિઝા નામનો ટેસ્ટ કરવામાં આવે છે અને તે ટેસ્ટ માત્ર પાલનપુર સિવિલમાં થાય છે એટલે જો એલિઝા ટેસ્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવે તો જ તે દર્દીને ડેન્ગ્યુ થયો હોવાનું પુરવાર થાય છે પાલનપુર સિવિલમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 92 દર્દીઓઓનો ડેન્ગ્યુ માટેના ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાં માત્ર બે લોકોને જ ડેન્ગ્યુ પહોંચી ગયો આવ્યો હતો....

બાઈટ.......એન કે ગર્ગ, એપિડેમીક મેડિકલ ઓફિસર
Conclusion:
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.