પ્રાંજલ ભટ્ટે 25 જેટલી ગુજરાતી ફિલ્મોમાં પોતાની કલાના ઓજસ પાથર્યા છે. એટલું જ નહીં ગુજરાત સરકરાના સ્વસ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તેમજ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પોતાની કામગીરી કરી છે. તેમણે અંબામાંના આશિર્વાદ મેળવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ આશિર્વાદ માગ્યા હતા. સાથે જ તેઓ દુનિયામાં સર્વોપરી બને તેવી પ્રાર્થના કરી હતી.
નરેન્દ્ર મોદીની જીતને લઈને પ્રાંજલ ભટ્ટે જણાવ્યું કે, જ્યાં શુદ્ધતા હોય છે, ત્યાં 100 ટકા પરિણામ મળતા હોય છે. જે ભાજપે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો મેળવીને સાબિત કરી બતાવ્યું છે.