- ખેડૂત નેતા રાકેશ ટિકૈત બનાસકાંઠાની મુલાકાતે
- ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાલનપુરની મુલાકાતે આવ્યા હતા
- રાકેશ ટિકૈત ગુજરાતની શાંતિ ડહોળવા માટે આવી રહ્યા છે : પ્રશાંત કોરાટ
બનાસકાંઠા: કૃષિ કાયદા રદ્દ કરવાની માગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ પાલનપુર અને બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધન કરશે.
ગુજરાત ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પાલનપુરની મુલાકાતે આવ્યા હતા
ગુજરાત ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા બાદ પ્રશાંત કોરાટ આજે બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં પ્રથમ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરીને પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જિલ્લા ભાજપના આગેવાનો, યુવા મોરચાના ભાજપના આગેવાનો સહિત કાર્યકરોએ હાજરી આપી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે પાલનપુર ખાતે ભાજપ કાર્યાલયની મુલાકાતે આવ્યા બાદ ભાજપના આગેવાનોએ ફટાકડા ફોડીને તેમજ ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું.
આ પણ વાંચો: ભરૂચમાં ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા રાકેશ ટિકૈટનું કરાશે સ્વાગત
રાકેશ ટિકૈત ગુજરાતની શાંતિ ડહોળવા માટે આવી રહ્યા છે : પ્રશાંત કરાટે
ગુજરાત ભાજપ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કરાટે સમક્ષ જણાવ્યું હતું કે, રાકેશ ટિકૈત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે ગુજરાતની શાંતી ડહોળવા માટે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો ખુબ જ શાણા છે અને બધા ખેડૂતો જાણે છે કે, રાકેશ ટિકૈત પોતાના રાજકીય રોટલા શેકવા ગુજરાતમાં આવી રહ્યા છે. વધુમાં ભાજપ ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને કોઈ પ્રશ્ન જ નથી.
આ પણ વાંચો: રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ અંગે શુ કહે છે, રાજકોટ ગ્રામ્યના ખેડૂતો