ETV Bharat / state

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ગણતરીના દિવસે દાંતા બેઠકનું પરિણામ - danta assembly constituency

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly election 2022) પુર્ણ થઇ ગઇ છે. દાંતા વિધાનસભા બેઠક (danta assembly constituency) પર કુલ 70.4 ટકા મતદાન નોધાયું છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ધારાસભ્ય કાંતિ ખરાડીના ગુમ થવાથી રાજકીય માહોલ ગરમાયો હતો.કાંતિ ખરાડી ગુમ થયા છે તેવી માહિતી ચારેતરફ પ્રસરાતા ઉહાપોહ મચ્યો હતો. તેના લીધે આ બેઠક પર હાઇ-વોલ્ટેઝ ડ્રામા થયો હતો જેને કારણે આ બેઠક ચર્ચામાં આવી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ગણતરીના દિવસે દાંતા બેઠકનું પરિણામ

author img

By

Published : Dec 6, 2022, 10:54 PM IST

બનાસકાંઠા: દાંતા વિધાનસભા બેઠકના (danta assembly constituency) રાજકીય ઈતિહાસની વાત કરીએ તો 1967 થી 2017 સુધી આ બેઠક પર 13 વખત ચૂંટણી યોજાઇ છે.જેમાં ભાજપનો 2 વખત અને કોંગ્રેસ 8 વાર વિજય થયો છે. છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસના પંજાનો અહીં દબદબો છે. એટલું જ નહીં મોદી લહેરમાં પણ કોંગ્રેસનો ગઢ અભેદ રહ્યો હતો. એક ટર્મને બાદ કરતા આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે.આ બેઠકના પર 2017માં કોંગ્રેસના કાંતિ ખરાડીને 86,129 મત મળ્યા તો ભાજપના માલજી કોડરવીને 61,477 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસના (Gujarat Congress) કાંતિ ખરાડીની 24,652 મતે જીત થઇ.2012ની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસના કાંતિ ખરાડીને 73,751 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ગમા ખરાડીને 46,761 મત મળ્યા હતા. તો કોંગ્રેસના કાંતિ ખરાડી 26,990 મતે જીત્યા હતા.

સિટ પર કેટલા ટકા મતદાન થયું હતું: જો દાંતા વિધાનસભા બેઠકના મતદારોની વાત કરીએ તો કુલ મતદારોના 42 ટકા જેટલા મતદારો આદિવાસી છે. કુલ મતદારો 2 લાખ 10 હજાર છે, જેમાં પુરૂષ મતદારો 1 લાખ 4 હજાર 418 અને સ્ત્રી મતદારો 98 હજાર છે. જેમા કુલ મતદાન 70.4 ટકા થયું છે. જયારે 2017માં 74 ટકા મતદાન થયુ હતુ. 2022મા ગઇ યુંટણી કરતા ઓછુ મતદાન થયું હતુ.

સિટ પરના ઉમેદવારો: દાંતા 10 વિભાનસભા બેઠકએ આ બેઠક આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવે છે. આ બેઠક પર ભાજપ તરફથી લઘુ પારધીએ ઉમેદવારી નોંધાવી છે. જેઓ જીલ્લાના સંગઠન પ્રધાન, આદિજાતિ મોરચાના પ્રમુખ છે. કોંગ્રેસ તરફથી કાંતિ ખરાડીએ ઉમેદવારી નોંધાવી છે. જેઓ આ બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટી તરફથી એમ.કે. બંબુડિયાએ ઉમેદવારી નોંધાવી છે. જે નિવૃત્ત પોલીસ અધિકારી છે.

કાંટાની ટક્કર: છેલ્લા ચાર ટર્મથી લોકો ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હોય ભાજપના સાંસદ ચુંટાય છે. જ્યારે વિધાનસભા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ચુંટાય છે.દાંતા વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 13 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી આઠ વાર કોંગ્રેસ જીત્યું છે. જ્યારે 3 વાર ભાજપ જીત્યું છે. છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી અહીંથી ધારાસભ્ય છે. આ વખતે અહીં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. તાજેતરમાં જ દાંતા બેઠક પરના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપમાં જોડાયા હતા જેથી પરિવર્તન કે પુનરાવર્તન તે ચૂંટણી પરિણામોમાં જ સ્પષ્ટ થશે.

જ્ઞાતિ સમિકરણ: દાંતા વિધાનસભાના જ્ઞાતિ જાતિના સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. તેમની સંખ્યા 83 હજારથી વધુ છે. બીજી તરફ ઠાકોર 23230, રાજપૂત 12582, મુસ્લિમ 11626, રબારી 7643, પ્રજાપતિ 6094, દલિત 6405, ચૌધરી પટેલ 3429 અને અન્ય 18067 છે.

મતદાન સમયે શું માહોલ હતો: બનાસકાંઠાની દાંતા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ધારાસભ્ય કાંતિ ખરાડીના ગુમ થવાથી રાજકીય માહોલ ગરમાયો હતો.કાંતિ ખરાડી ગુમ થયા છે તેવી માહિતી ચારેતરફ પ્રસરાતા ઉહાપોહ મચ્યો હતો. રેન્જ આઈજી જે .આર મોરથલીયા પણ આ ઘટના બાદ દાંતા પહોંચ્યા હતા. ત્યારે કલાકોની શોધખોળ બાદ કાંતિ ખરાડી સહી સલામત મળી આવ્યા હતા. જેથી હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને આ બેઠક ચર્ચામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.