આગામી સમયમાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે, ગુજરાતમાં ફરીથી એકવાર વરસાદ થઇ શકે તેમ છે. કમોસમી વરસાદના કારણે અગાઉ પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. ફરીથી ખેડૂતોને મગફળીની ખરીદીમાં નુકસાન ન થાય તે માટે સરકાર યોગ્ય વ્યવસ્થા કરી આપે તેની ખેડૂતોની માગ છે. અગાઉ જ્યારે કમોસમી વરસાદ પડયો હતો. ત્યારે પણ બનાસકાંઠાની માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખીને મગફળીને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ જો વરસાદ પડશે તો મોટા જથ્થામાં મગફળી પલડી જશે અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે.
એક તરફ હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં મગફળી ખરીદી કેન્દ્રો મોટાભાગના ખુલ્લામાં જ ચાલી રહી છે, એ ખુલ્લામાં જ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે. તો વળી માર્કેટયાર્ડમાં પણ રોજની હજારો બોરી મગફળી ખુલ્લામાં જ રખાય છે. આવે જો વરસાદ પડશે તો આ મગફળીમાં ભેજનું પ્રમાણ વધું આવશે અને પલાળેલી મગફળીના ભાવ પણ ખેડૂતોને ઓછા મળશે વરસાદની આગાહી હોવા છતાં માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા પર તાટપત્રી પણ ઢાંકવાની કે, અન્ય કોઇ વ્યવસ્થા કે, આ અંગેની જાહેરાત કરવામાં આવી નથી. ખેડૂતોની મગફળી ખુલ્લામાં પડી છે. તે વરસાદના કારણે બગાડ થાય તો તેની જવાબદારી કોની રહેશે.