- બનાસકાંઠા જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી
- તમામ પ્રકારના જાહેરાતના હોર્ડિગ્સ ઉતારી લેવામાં આવ્યા
- જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા
બનાસકાંઠા : ગુજરાતના દરિયાકિનારે આવેલા દીવ અને ઉનાની ઘરમાં ગત મોડી રાત્રિએ તૌકતે વાવાઝોડું ત્રાટકયું હતું. જેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. ખાસ કરીને ગુજરાતના દરીયા કિનારે ત્રાટકેલા વાવાઝોડાના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. સોમવારની મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. આ પરિસ્થિતિ સર્જાતાની સાથે જ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.
આ પણ વાંચો - બનાસકાંઠા જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ
બનાસકાંઠા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
ગુજરાતમાં સોમવારની મોડી રાત્રિએ ત્રાટકેલા વાવાઝોડાના કારણે તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાને પગલે બનાસકાંઠા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગઈ છે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક જિલ્લાના તમામ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર, ટીડીઓ સહિત તમામ અધિકારીઓએ આગામી સમયમાં ફરજ પર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સિવાય પણ બનાસકાંઠા જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં તમામ પ્રકારના જાહેરાતના હોર્ડિગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. વાવાઝોડાથી લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે પણ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો - તૌકતે વાવાઝોડાની અસર - અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
કંટ્રોલ રૂમ શરૂ કરાયા
બનાસકાંઠા જિલ્લામાં પણ ગત મોડી રાતે ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું છે. તૌકતે વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે, ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેથી ત્યાં પણ વિકટ પરિસ્થિતિ ઉભી થાય તો તાત્કાલિક ધોરણે આ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરી પરિસ્થિતિને કાબૂમાં લઇ શકાય છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે.
આ પણ વાંચો - તૌકતે ઇફેક્ટ: સુરતમાં ગરનાળા ભરાઈ જતા સીટી બસ ફસાઈ, ટેસ્ટિંગ સેન્ટરનો મંડપ પણ થયો ધરાશાયી