ETV Bharat / state

થરાદના નાયબ કલેકટરને ગૌસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયુ - બનાસકાંઠા ન્યુઝ

લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રના પાલધરમાં બે સાધુ અને એક ડ્રાઇવરની હત્યા થઈ હતી, આ મામલે બનાસકાંઠાના થરાદના ગૌસ્વામી સમાજ દ્વારા નાયબ કલેકટર બોડાણાને આવેદનપત્ર અપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ પર ભરોસો ન હોવાથી CBI તપાસની માગ કરી છે.

Gauswami Samaj of Tharad
Gauswami Samaj of Tharad
author img

By

Published : Oct 2, 2020, 5:47 PM IST

થરાદઃ લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રના પાલધરમાં બે સાધુ અને એક ડ્રાઇવરની હત્યા થઈ હતી, આ મામલે બનાસકાંઠાના થરાદના ગૌસ્વામી સમાજ દ્વારા નાયબ કલેકટર બોડાણાને આવેદનપત્ર અપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ પર ભરોસો ન હોવાથી CBI તપાસની માગ કરી છે.

આ પ્રસંગે સાધુ-સંતો, સામાજિક સંગઠનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. થરાદ વાવ દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા મહારાષ્ટ્રના પાલધરમાં સાધુઓની હત્યાના અન્યાયના મુદ્દે મહંત હર્ષદ ભારતી મહારાજ પંચ દસનામ જૂના અખાડા નાસિકની અધ્યક્ષતામાં ગુરુવારે થરાદના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, દેશભરમાં લોકડાઉન હતું તેમ છતાં 16 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર રાજ્યના પાલધર શહેરના ગઢથી એટલે ગામમાં સાધુ ક્લપવૃક્ષ ગીરી સાધુ સુશિલગીરી અને તેના ડ્રાઈવર નિલેશ તેલગળે એમ કુલ ૩ લોકોના જીવ ગયા હતા. સેંકડોની ભીડ ભેગી મળી લાકડા અને દંડાથી મારમાર્યો હતો, તેમજ મૃત્યુ નિપજાવી શકે તેવા હથિયારોથી વગર કોઈ કારણે મહારાષ્ટ્ર પોલીસની હાજરીમાં જ ત્રણેય લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને આજે 169 દિવસ જેટલો સમય થયો છે. આમ છતાં મહારાષ્ટ્ર સરકાર તેમજ પોલીસે આ ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કોઈ યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરી નથી. જેનાથી અમારા સમાજના લોકોને મહારાષ્ટ્ર સરકાર તેમજ પોલીસ ઉપર ભરોસો રહ્યો નથી, આથી અમો સાધુ સમાજ અને ધર્મ પ્રેમી જનતાને આ બનાવ બાબતે જેમાં ખુદ પોતાના હાથમાં તપાસ લે અને બનાવવા અંગે કાર્યવાહી હાથ ધરે તેવી માગણી કરી છે.

આ પૂર્વ થરાદના નારણદેવી માતાજીના મંદિરમાં થરાદ વાવ ગૌસ્વામી સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, તેમના દ્વારા ફિલ્મી કલાકારોના કેસમાં સીબીઆઈ તપાસ થાય છે, પણ સાધુ-સંતોને અવાજ દબાવવામાં આવતો હોવાથી આક્રોશ પણ પ્રગટ કર્યો હતો. આ વખતે નારણદેવી માતાજીના મંદિરના પૂજારી કિશનભાઇ ગૌસ્વામી, વિકી ખત્રી રામસિંગભાઈ રાજપુત, સાગરભાઇ વ્યાસ અને સામાજિક સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આથી નાયબ કલેકટર વિ.શી. બોડાણાએ આવેદનપત્ર સ્વીકારી સરકાર સુધી મોકલી આપવાની ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.