- ઇઢાટા માઇનોર કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત
- બનાસકાંઠામાં કેનાલો સાફ ન કરવાના કારણે ગાબડા પડવાનો સિલસિલો યથાવત
- જિલ્લાની કેનલોમાં પાણી છોડ્યાના 10 દિવસમાં ગાબડા પડવાનો સિલસિલો
બનાસકાંઠાઃ જિલ્લાના વાવ તાલુકાના ઢીમાંની સીમમાંથી પસાર થતી ઇઢાટા માઇનોર કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે બે દિવસ પહેલા પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ પાણી છોડતા જ કેનાલમાં દસ ફૂટનું ગાબડું પડ્યું હતું, દર વર્ષે આ જગ્યા પર જ ગાબડુ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. જેથી કરીને ખેડૂતોને મસ મોટું નુકસાન થાય છે.
![બનાસકાંઠાના ઢીમાંની સિમમાંથી પસાર થતી ઇઢાટા માઇનોર કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-02-kenal-gjc1009_08112020180721_0811f_1604839041_544.jpg)
વારંવાર કેમ પડી રહ્યા છે ગાબડા?
જો કે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી સરકાર દ્વારા છેવાડાના ગામડાઓમાં નર્મદા વિભાગ દ્વારા કેનાલો બનાવમાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં ભષ્ટ્રાચાર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે શિયાળુ સિઝન આવતા જ નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવતાની સાથે જ કેનાલો તૂટવાનું ચાલુ થઈ જાય છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચે છે.
![બનાસકાંઠાના ઢીમાંની સિમમાંથી પસાર થતી ઇઢાટા માઇનોર કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-02-kenal-gjc1009_08112020180721_0811f_1604839041_2.jpg)