ETV Bharat / state

વાવ અને થરાદના પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતનું નિધન

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવના અસારા ગામના વતની, કોંગ્રેસ અગ્રણી અને વાવ થરાદના પૂર્વ ધારાસભ્ય હેમા રાજપુતનું તારીખ 6-3-2021ના રોજ નિધન થયું થયું હતું. જેથી સરહદી પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. તમામ જ્ઞાતિના લોકોએ હેમાભાઈ રાજપૂતના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા.

વાવ અને થરાદના પૃર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતનું નિધન

author img

By

Published : Mar 7, 2021, 5:00 PM IST

Updated : Mar 7, 2021, 7:54 PM IST

  • પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતનું નિધન
  • વાવ અને થરાદ વિધાનસભા બેઠક પર સતત ચાર ટર્મ સુધી કોંગ્રેસ પક્ષમાં મેળવી હતી જીત
  • તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

બનાસકાંઠાઃ સરહદી વિસ્તાર વાવના અસારા ગામના વતની, કોંગ્રેસ અગ્રણી અને વાવ થરાદના પૂર્વ ધારાસભ્ય હેમા રાજપુતનું તારીખ 6-3-2021ના રોજ નિધન થયું થયું હતું. જેથી સરહદી પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. તમામ જ્ઞાતિના લોકોએ હેમાભાઈ રાજપૂતના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ-થરાદ વિધાનસભા બેઠક પર સતત ચાર ટર્મ સુધી કોંગ્રેસ પક્ષમાં જીત મેળવનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હેમંતભાઈ રાજપુતનું શનિવારે નિધન થતા સમગ્ર વાવ થરાદ સહિત બનાસકાંઠા જિલ્લામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

વાવ અને થરાદના પૃર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતનું નિધન
વાવ અને થરાદના પૃર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતનું નિધન

વાવ-થરાદ તાલુકામાં શોકનો માહોલ

બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણની સાથે ગોવા દેસાઈ સહિત કોંગ્રેસ અને ભાજપના અન્ય આગેવાનોએ સ્વ હેમાભાઈ રાજપૂતના અંતિમ દર્શન કરી અંતિમ વિધિમાં જોડાયા હતા. કોંગ્રેસના સક્રિય નેતાના નિધનથી સમગ્ર ગામ અને વાવ-થરાદ તાલુકામાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ પણ વાંચોઃ મોહન ડેલકર પંચમહાભૂતમાં વિલીન, હજારો લોકોએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી

હેમાભાઈ રાજપૂત થરાદ સીટ પરથી ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

હેમાભાઈ રાજપૂત થોડાક સમયથી બીમાર હતા. જેઓની 95 વર્ષની ઉંમર હોવા છતાં મનથી મક્કમ હતા. નીડર નિષ્પક્ષ રાજકીય આગેવાન તરીકે નામના મેળવનારા પૂર્વ ધારાસભ્યએ અંતિમ શ્વાસ લેતા થરાદ- વાવ તાલુકાને મોટી ખોટ પડી છે. હેમાભાઈ રાજપૂત થરાદ સીટ પરથી ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

અનેક ઉદ્યોગો થરાદ, વાવમાં વિકસે એવા પ્રયત્ન સાથે સક્રિય રાજનીતિમાં કામ કરતા હતા

ગુલાબસિહ તેમના પૌત્ર છે જે પણ થરાદ ખાતે કાર્યરત ધારાસભ્ય છે. હેમાભાઈ રાજપૂતે રાજકારણમાં અનેક ઉતાર ચડાવ જોયા છતા. મક્કમ મન સાથે થરાદ, વાવનો વિકાસ કરતા હતા. થરાદ, વાવ અનેક રીતે વિકસિત બને હરિયાળું બને અને અનેક ઉદ્યોગો થરાદ, વાવમાં વિકસે એવા પ્રયત્ન સાથે સક્રિય રાજનીતિમાં કામ કરતા હતા. સ્વ હેમાભાઈ રાજપૂત થરાદ, વાવના જ નહી પરંતું સમગ્ર બનાસકાંઠા જિલ્લાના એક સાચા પ્રજાલક્ષી રાજકીય નેતા હતા. જેમના નિધનથી આજે બનાસકાંઠા જિલ્લાને ન પુરાય એવી ખોટ પડી છે. રાજકારણમાં અનેક નેતાઓ આવે છે અને જાય છે પણ પ્રજાના દિલ જીતી દરેક મુસીબતમાં સાથ આપનારા રાજકીય આગેવાન લોકોમાં સદાય અમર બની જાય છે એવા થરાદ વાવના પૂર્વ ધારાસભ્ય એ આજે અંતિમ શ્વાસ લેતા મોટી ખોટ પ્રતીતિ થઈ રહી છે.

Last Updated : Mar 7, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.