બનાસકાંઠાઃ જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને દાડમ, બટાટા, જીરુ, રાયડો, મગફળી જેવા ફળો અને શાકભાજીનું ઉત્પાદન થાય છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી ખેડૂત સતત પાકને લઈ નુકસાન કરતો આવ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી છે.
સ્ટ્રોબેરીની ખેતી આમ તો ઠંડા પ્રદેશમાં થતી હોય છે. જેમકે, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ખંડલા, મહાબળેશ્વર જેવા ઠંડા અને ઉચ્ચપ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે. સ્ટ્રોબેરીની ખેતી માટે તાપમાન ખૂબ જ ઓછું હોવું જોઈએ. તમે કલ્પના નહીં શકો કે, ડીસા જેવા સૂકા અને રણપ્રદેશમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરવામાં આવી છે. ડીસા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આ વર્ષે સ્ટ્રોબેરીના પંદરસો છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્રણ માસની સ્ટ્રોબેરીનું વાવેતર ડિસેમ્બરમાં કરવામાં આવ્યું હતું.
વાવેતર બે પદ્ધતિથી કરવામાં આવ્યું હતું. હા વાવેતર ઓર્ગેનિક અને રસાયણિક પદ્ધતિથી કરવામાં આવ્યું હતું અને અત્યારે આ બંને પદ્ધતિથી કરવામાં આવેલ વાવેતરમાં ફળની શરૂઆત થઇ ચૂકી છે અને આગામી દસ દિવસમાં આ છોડમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન શરૂ થઇ જશે.
ડીસામાં કરવામાં આવેલી સ્ટ્રોબેરીની સફળ ખેતી ખરેખર સન્માનિય છે. કારણ કે ડીસાનું હવામાન સૂકું હવામાન છે પરંતુ તેમ છતાં ડીશામાં ઠંડી ખૂબ જ વધારે પડતી હોવાના લીધે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં સફળતા મળી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છે. તે હવે રવી સીઝનમાં પાક બદલવાનું વિચારી રહ્યા છે. તેમના માટે કેરીની ખેતી આગામી સમયમાં ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે.