બનાસકાંઠાઃ દેશમાં હાલ કોરોના વાઈરસના કારણે દરેક વ્યક્તિની સ્થિતિ કફોડી જોવા મળી રહી છે. ત્યારે હાલ કોરોના વાઈરસના લોકડાઉન વચ્ચે હાલ માલસમાનની સૌથી વધુ હેરાફેરી ટ્રક ચાલકો કરી રહ્યા છે.
જેમાં કોરોના વાઈરસને પગલે લોકડાઉનના કારણે સૌથી વધુ ખરાબ હાલત હાઇવે પર અવરજવર કરતા ટ્રક ચાલકોની થઈ છે. આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા ટ્રક ડ્રાઇવરોને હાઈવેની હોટલો બંધ હોવાથી જમવાનું મળતું નથી, ત્યારે ડીસા પોલીસ દ્વારા પોતાની ફરજની સાથે-સાથે હાઇવે પર જતા ટ્રક ડ્રાઈવરોની સેવા કરવા માટે ભોજન બનાવીને ફૂડપેકેટ વેચવામાં આવી રહ્યા છે.

છેલ્લા એક અઠવાડિયાથી દૈનિક 500થી 700 જેટલા ફુડ પેકેટ તૈયાર કરી હાઇવે પર ટ્રક ડ્રાઇવરોને આપવામાં આવી રહ્યા છે.