ETV Bharat / state

ડીસામાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે લોકમેળો યોજાયો - મહાશિવરાત્રી 2020

ડીસાના મહાદેવીયા નજીક આવેલા અતિ પ્રાચીન સોનેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જ્યાં લોકો શિવલિંગને શાકભાજી અર્પણ કરી શિવરાત્રિની ઉજવણી કરે છે.

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લોકમેળો યોજાયો

author img

By

Published : Feb 21, 2020, 7:45 PM IST

બનાસકાંઠાઃ હિન્દૂ ધર્મમાં અનેક તહેવારોનું મહત્વ રહેલું છે. હિન્દૂ ધર્મએ દેવી-દેવતાઓ સાથે વરેલો ધર્મ છે. ત્યારે મહાવદ તેરસ એટલે કે, મહાશિવરાત્રિ વર્ષમાં એકવાર આવતા આ તહેવાર પર શિવભક્તો ભોલેનાથની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. ત્યારે આજે બનાસકાંઠામાં ડીસા નજીક આવેલા મહાદેવીયા ગામ પાસે બનાસનદીના કિનારે આવેલ સોનેશ્વર મહાદેવ મંદીર ખાતે વર્ષોથી મહાશિવરાત્રિ પ્રસંગે ભવ્ય લોકમેળો યોજાય છે.

વર્ષોથી બનાસ નદીના તટ બિરાજમાન સોનેશ્વર મહાદેવના મંદિર ખાતે યોજાતા મેળામાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ બનાસ નદીના તટે વસેલા સોનેશ્વર મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો આ મંદિર 600 વર્ષ જૂનું મંદિર છે.

કહેવામાં આવે છે કે, વર્ષો પહેલા આ જગ્યા વેરાવળી પડી હતી અને જ્યાં સાધુ સંતો આવીને એક પીપળાના ઝાડ નીચે બેસી અને ભગવાન ભોળાનાથની તપસ્યા કરતા હતા અને તપસ્યા કર્યા બાદ પુસ્તકમાં પીપળના પાન મૂકી અને જતા રહ્યા હતા. જે બાદ આ સાધુ સંતો આ જગ્યા પર પહોંચી આ પુસ્તકમાં પીપળાનું પાન જોતા એ પીપળાનું પાન સોનાનું બની ગયું હતું ત્યારથી આ જગ્યા પર ભગવાન ભોળાનાથના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરનું નામ સોનેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું અને દર વર્ષે આ મંદિરે ભક્તો દ્વારા અહીં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે.

ડીસામાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે લોકમેળો યોજાયો

આજે મહાશિવરાત્રિનો પર્વ છે, ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તમામ શિવાલયો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા છે ત્યારે ડીસાની બનાસ નદીના તટે આવેલું શિવજીના મંદિરે પણ આજે સવારથી જ વિશાળ સંખ્યામાં ભોલેનાથના ભક્તો ઉમટી પડ્યા હતા. આ મંદિરની ખાસિયતો વિષે વાત કરતા મંદિરના ટ્રસ્ટી લક્ષ્મણભાઈ દરબારે જણાવ્યુ હતું કે, આ 650 વર્ષ પ્રાચીન મંદિર પર ભક્તો રીંગણ, બટાટા, શક્કરિયા જેવા શાકભાજીનો પ્રસાદ ધરાવી શિવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરે છે.

આ પ્રાચીન મંદિરનો મહિમા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફેલાયેલો છે. આ મંદિર પર દર વર્ષે મહાશિવરાત્રિ પ્રસંગે ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે. આ મંદિર ખાતે દર્શન કરવા આવતા ભાવિક ભક્તો પણ આ મંદિરના ભવ્ય ઇતિહાસને રજૂ કરી રહ્યા છે અને આસપાસના અનેક ગામોના લોકો અહીં આવી શાકભાજીનો પ્રસાદ ધરી આવનાર વર્ષમાં ખેડૂતોને લાભ થાય તેવી પ્રાર્થના કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.