- દેવી-દેવતાઓના ફોટાવાળા ફટાકડા વેચાતા હિંન્દુ ધર્મની લાગણીઓ દુભાય છે
- થરાદમાં હિંદુ ધર્મના ફોટા વાળા ફટાકડાનો બહિષ્કાર કર્યો
- નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
બનાસકાંઠા : થરાદમાં હિંન્દુ ધર્મના કેટલાક યુવાનોએ એકઠા થઈ હિંદુ ધર્મના ફોટા વાળા ફટાકડાનો બહિષ્કાર કરી નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હિંન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવાનું કાવતરુ ચાલે છે.
હિન્દુ ધર્મના યુવાનો ભેગા મળીને આવેદનપત્ર આપ્યું
થરાદ ખાતે હિન્દુ સમાજના યુવાનો દ્વારા હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના ફોટા વાળા ફટાકડા દિવાળી ઉપર બજારમાં વેચાઇ રહ્યા છે. જેમાં લક્ષ્મી બૉમ્બ, હનુમાન બૉમ્બ કે બીજા અન્ય દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાનું બજારમાં ખુલ્લેઆમ વેચાણ થાય છે. હિન્દુ ધર્મના વ્યક્તિઓનું તથા હિંન્દુ ધર્મની લાગણીઓ દુભાઈ રહ્યી છે. જેનાથી હિન્દુ ધર્મના યુવાનો દ્વારા થરાદ પ્રાંત ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી કે જે હિન્દુ ધર્મના ભગવાનના ફોટાવાળા ફટાકડા વેચાય છે. તેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માગણી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.