- ઉનાળામાં આગની ઘટનામાં વધારો
- બનસકાંઠામાં એક ગોડાઉનમાં લાગી આગ
- આગને કારણે લાખોનું નુક્સાન
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી આગની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે ડીસાના ડોલી વાસ વિસ્તારમાં કટલેરીની દુકાનમાં આગની ઘટના બની હતી. આગને કારણે દુકાનમાં ભારે નુક્સાન થયું હતુ, જોકે આગનુ કારણ હજી અકબંધ છે.
આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ
ગોડાઉનમાં આગ
રવિવારે ડીસા ડોલી વાંસ વિસ્તારમાં એક રેસીડેન્સી એરીયામા ગેરકાયદેસર રીતે બનાવેલા કટલરીના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગતા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને લોકો પોતાની ઘરની બહાર નિકળી ગયા હતા. આગની જાણકારી ફાયર બ્રિગેડને મળતા, ફાયર લાશ્કરો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરવાની કામગીરી શરુ કરી હતી. આગને કારણે ગોડાઉનનો તમામ માલ બળીને ખાખ થઈ ગયો હતો. હાલમાં આગ ક્યા કારણો સર લાગી તે કારણ હજુ અકબંધ છે. આગને કારણે દુકાનદારને ભારે નુક્સાન થયું હતું.
આ પણ વાંચો : સુરતમાં ચાર જગ્યા પર શોર્ટ-સર્કિટના કારણે લાગી હતી આગ