ETV Bharat / state

ડીસામાં બટાટાનું વાવેતર પૂર્ણ થતાંની સાથે જ ખેડૂતોએ સક્કરટેટીના વાવેતરના કર્યા શ્રીગણેશ - સબસિડી

બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટા બાદ સક્કરટેટીની ખેતીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં સક્કરટેટીનું વાવેતર કર્યું છે. ખેડૂતો સક્કરટેટીમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીને માત્ર લોલીપોપ જણાવી રહ્યાં છે.

ડીસામાં બટાટાનું વાવેતર પૂર્ણ થતાંની સાથે જ ખેડૂતોએ સક્કરટેટીના વાવેતરના કર્યા શ્રીગણેશ

author img

By

Published : Mar 9, 2021, 6:54 PM IST

  • બટાટાના પાકમાં નુકસાન થતાં ખેડૂતો સક્કરટેટીના વાવેતર તરફ વળ્યાં
  • ડીસામાં સક્કરટેટીના વાવેતર માત્ર 30 ટકા જેટલો વધારો
  • વાવેતર કરતા તમામ ખેડૂતોને સબસિડી આપવા માગ
    બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં સક્કરટેટીનું વાવેતર કર્યું છે

ડીસાઃ બનાસકાંઠા જિલ્લો પાણીની તંગીનો સામનો કરતો જિલ્લો છે. પરંતુ આ જિલ્લાના ખેડૂતોના ખમીરને પગલે કૃષિ ક્રાંતિ સર્જાઈ છે અને અહીંયા ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરી કૃષિક્ષેત્રમાં કાઠું કાઢી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાક માનવામાં આવતા બટાટાના પાકમાં ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે અને તેનાથી વ્યાકુળ બનેલા ખેડૂતોએ આવકના સાધન તરીકે સક્કરટેટીની ખેતી પણ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં તેનું વાવેતર પાંચ ગણું વધી ગયું છે. સ્થાનિક ખેડૂતોનું માનીએ તો આ પાક ખેડૂતોને સારું એવું વળતર આપતો હોવાના લીધે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો ઝોક હવે સક્કરટેટીની ખેતી તરફ વધી રહ્યો છે

આ પણ વાંચોઃ ડીસામાં ખેડૂતે ટેટી અને મરચાનું વાવેતર કરીને કરી લાખોની કમાણી

સબસિડીનો લાભ આપવો જોઇએ

સરકાર દ્વારા સક્કરટેટીનું વાવેતર કરતા તમામ ખેડૂતોને સબસિડી આપવા ખેડૂતોની માગ છે. બનાસકાંઠા જિલ્લા માટે આ નવી ખેતી છે પરંતુ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ સક્કરટેટીની ખેતી કરવાની ઢબને અપનાવી લીધી છે. ટેટીની ખેતી કરતા પહેલા જમીનને સમતલ કરવામાં આવે છે ત્યારબાદ મલ્ચીંગ એટલે કે જ્યાં છોડનું વાવેતર કરવામાં આવે છે તે જગ્યાને પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે છે અને ત્યારબાદ લગભગ 50 દિવસ પછી સક્કરટેટીની આવક શરૂ થઇ જાય છે. ખેડૂતો જણાવી રહ્યાં છે કે આ વર્ષે સક્કરટેટીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે પાણી ઊંડા ઉતરતા હોવાથી તેના ઉત્પાદન પર અસર ચોક્કસ જોવા મળશે. આ ઉપરાંત સરકાર પણ સબસિડી આપવામાં ભેદભાવ રાખતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂત કૈલાશભાઈ માળીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગત વર્ષે 800 જેટલા ખેડૂતોએ સક્કરટેટીનું વાવેતર કર્યું હતું પરંતુ સરકાર દ્વારા માત્ર આઠ ખેડૂતોને સબસિડીનો લાભ આપવામાં આવે છે જ્યારે બાકીના ખેડૂતો સબસિડીથી વંચિત રહ્યાં છે.

સારું એવું વળતર આપતો હોવાથી ખેડૂતો આ પાક તરફ વળ્યાં છે

આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ સોમવારથી ડિસા માર્કેટયાર્ડમાં તરબૂચ અને શક્કરટેટીનું વેચાણ શરૂ

ડીસામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતો દ્વારા સક્કરટેટીના વાવેતર માટે નવી પદ્ધતિ અપાઈ

ઉનાળાની શરૂઆત થતાં જ ડીસા શહેરમાં સક્કરટેટીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. પહેલા નદીના પટમાં ખેડૂતો સક્કરટેટીઅને તરબૂચનું વાવેતર કરતા હતાં પરંતુ સમય બદલાતાં અને ટેકનોલોજીમાં વધારો થતાં હાલમાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરી રહ્યાં છે. ત્યારે આ અંગે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાત ડૉ. યોગેશ પવારે જણાવ્યું હતું કે હાલમાં ડીસા તાલુકામાં મોટા પ્રમાણમાં સક્કરટેટી વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી વાવેતર કરી રહ્યાં છે ત્યારે આ વર્ષે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને સક્કરટેટીની ખેતી માટે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં સીધેસીધા સક્કરટેટીના 20 દિવસ અગાઉ તૈયાર કરેલા છોડ ઉગાડે છે. ખાસ કરીને આ વર્ષે પાણીની મોટી અછત હોવાના કારણે તમામ ખેડૂતો મલ્ચીંગ અને ટપક પદ્ધતિથી સક્કરટેટીનું વાવેતર કરી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટામાં નુકસાન સહન કર્યા બાદ હવે નવી આશા સાથે સક્કરટેટીની ખેતી તરફ વળે છે તો બીજી તરફ સરકાર દ્વારા પણ તેની ખેતી કરતા ખેડૂતોને સબસિડી આપવામાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આર્થિક રીતે બેહાલ થયેલા બનાસકાંઠાના ખેડૂતોને સરકારી યોજનાનો યોગ્ય લાભ આપવામાં આવે તો એકવાર ફરી પગભર બની શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.