- ઢીમાં ગામના ખેડૂતોએ કરી જાતે કેનાલની સફાઈ
- નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારી
- વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કર્યા
- કેનાલમાં પાણી નહીં આપે તો ખેડૂતોએ આપી ચીમકી
બનાસકાંઠા : વાવની ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પસાર થતી ઢીમાં કેનાલમાં ખેડૂતો જાતે કેનાલમાં ઉતરીને કેનાલની સફાઈ કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી અને ખેડૂતોની વેદના સમજવાની જગ્યાએ તેની રજૂઆત પણ સાંભળી ન હતી. ખેડૂતોએ સ્થાનિક સાંસદ પરબતભાઇ પટેલથી લઈને મુખ્યપ્રધાન સુધી વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કેનાલમાં પાણી ના આવતા ખેડૂતો હવે આકરા પાણીએ છે. જો નર્મદા કેનાલ વિભાગ કેનાલમાં પાણી નહીં આપે તો ખેડૂતોને નર્મદાની વિભાગની કચેરી આગળ આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠાના વાવ પંથક ઢીમાંના ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીને કારણે જાતે કરી કેનાલની સફાઈ ખેડૂતોએ મોંઘું બિયારણ લાવીને ચાલુ સિઝનની વાવણી કરી નાખીઢીમાંની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોએ શિયાળું સીઝનમાં માટે જીરું અને એરંડાની વાવણી કરી છે. પરંતુ એક મહિનો વીતી ગયા છતાં પણ હજુ સુધી કેનાલમાં પાણી ના છોડવામાં આવતા ખેડૂતોના વાવણી ખર્ચ બિયારણ ખર્ચ અને મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને શિયાળુ સિઝનની વાવણી તો કરી નાખી.પરંતુ નર્મદા નિગમના પાપે હજુ સુધી ઢીમાં માઇનોર કેનાલમાં પાણી ના છોડવામાં આવતા ખેડૂતો રોષે ભભૂકી ઉઠ્યા છે. ઢીમાં માઇનોર કેનાલની આજુબાજુની 100 એકર જમીનમાં વાવણી કરેલા ખેડૂતો મીટ માંડીને બેઠા છે.ખેડૂતોએ રાજ્ય સરકાર અને નર્મદા વિભાગને કરી હતી રજૂઆતખેડૂતોએ વારંવાર રાજ્ય સરકાર અને નર્મદા વિભાગને રજૂઆત કરી છે. છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યું નથી.