અમીરગઢ: બનાસકાંઠાના અમીરગઢમાં આ વર્ષે મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવ્યું છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહ્યી હતી, પરંતુ પાક તૈયાર થતા જ ફૂગ નામનો રોગ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
અમીરગઢ: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આ વર્ષે મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવ્યું છે, પરંતુ પાક તૈયાર થતા જ ફૂગ નામનો રોગ આવતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોંઘા બિયારણ અને ખાતરોથી વાવેલા પાક નિષ્ફળ જતા જગતના તાતને નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતો મગફળીનું વાવેતર કરી ભારે જહેમત બાદ પાક તૈયાર કર્યા બાદ ફૂગ નામનો રોગ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
- બનાસકાંઠા જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ
- વરસાદથી જગતના તાતને નુકસાન
- અમીરગઢમાં મગફળીના પાકમાં ફૂગનો રોગ
એક વીઘામાં અંદાજે સાત હજારના ખર્ચે મગફળીનો પાક તૈયાર થાય છે. ફૂગ રોગને ડામવા માટે બજારમાં કોઈ અસરકારક દવા નથી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે આ વખતે 60 થી 70 ટકા નુકસાનની ભીતિ સેવાઇ રહ્યી છે.
અમીરગઢ તાલુકામાં થોડા દિવસો પહેલા પડેલા સતત ઝરમર ઝરમર વરસાદથી ફૂગ નામનો રોગ મગફળીમાં જોવા મળ્યો છે. ફૂગ રોગમાં છોડના નીચે સફેદ ચાદર છવાઈ જાય છે અને મગફળી લેતા સમયે માત્ર છોડ હાથમાં આવે છે અને પાક મળતો નથી. જેથી પાક સંપૂર્ણ બગડી જાય છે અને આ રોગ પાક તૈયાર થાય તે સમયે જ આવતો હોવાથી ખેડૂતોની મહેનત પાણીમાં જતી દેખાઈ રહ્યી છે.