બનાસકાંઠા: જિલ્લાના અંતરિયાળ ગામોમાં નહેર બનાવવામાં આવી છે, પરંતુ પાણી પહોંચતું નથી. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો માટે રવિ સિઝન મહત્વની ગણાતી હોય છે અને આ સિઝન લેવા માટે ખેડૂતો વ્યાજે રૂપિયા લઇને અને જરૂર પડ્યે ઘરેણાં વેચીને પણ વાવણી કરતા હોય છે, પરંતુ પાણી ન મળવાથી ખેડૂતોનો આ પાક નિષ્ફળ નિવળી રહ્યો છે.
વાવ તાલુકાના ચોથાનેસડા ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ઉભો પાક ખેડી રહ્યા છે. આ ખેડૂતોએ વ્યાજે રૂપિયા લઇને જીરાનું વાવેતર કર્યું હતું, પરતું પાણીના અભાવના કારણે જીરાનો પાક બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતોએ પાણી આપવા અંગે કલેક્ટર, મામલતદાર અને નર્મદાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી, છતાં પાણી નહીં મળવાથી ખેડૂતો ઉભા પાકને ખેડવા માટે મજબૂર બન્યા છે.