બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં હાલના વર્ષે મોડે મોડે પણ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે અને બે દિવસથી ભારે વરસાદના પગલે ધાનેરાની રેલ નદીમાં બીજી વાર પાણી આવ્યું છે.
ધાનેરા નજીકથી પસાર થતી રેલ નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે, તો લોકો પણ નદીના પાણી ન્હાવા માટે જઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પાણીના વહેણથી દૂર રહેવું અને પાણી નજીક જવું નહીં.
તો બીજી તરફ ધાનેરા તાલુકાના રૂણી સહિતના અનેક ગામોમાંથી પસાર થતી નદીમાં લોકો જીવના જોખમે લોકો નદીના પાણીમાં મજા માણતા દેખાય છે. ધાનેરા રેલ નદીમાં પાણી આવતા ધાનેરાનું સ્થાનિકતંત્ર પણ એલર્ટ બન્યું છે અને ધાનેરા મામલતદાર સહિતની ટીમ તાત્કાલિક નદી કાંઠે પહોંચીને લોકોને પાણીથી દૂર રહેવા માટેની અપીલ પણ કરી છે.