ETV Bharat / state

આયુર્વેદિક તબીબોને સર્જરીની મજૂરી બાબત પર બનાસકાંઠાના એલોપથી તબીબોએ પણ વિરોધ દર્શાવ્યો - Opposition of Ayurvedic doctors

બનાસકાંઠા જિલ્લામાં પણ આયુર્વેદિક તબીબોને સર્જરાની મજૂરી બાબતે એલોપથી તબીબોએ વિરોધ દર્શાવ્યો છે. ડીસા ખાતે પણ ડૉક્ટર દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી સરકારના આ નિર્ણયને રદ્દ કરવા માટેની માગણી કરી હતી.બનાસકાંઠા

આયુર્વેદિક તબીબોને સર્જરીની મજૂરી બાબત પર બનાસકાંઠાના એલોપથી તબીબોએ પણ વિરોધ દર્શાવ્યો

author img

By

Published : Dec 12, 2020, 2:32 PM IST

  • બનાસકાંઠામાં આયુર્વેદિક તબીબોના વિરોધમાં એલોપથી તબીબોએ વિરોધ દર્શાવ્યો
  • રેલી અને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો
  • ડૉક્ટરોની હડતાલમાં તમામ હોસ્પિટલ બંધ

બનાસકાંઠાઃ ભારત સરકાર દ્વારા આયુર્વેદિક ડૉક્ટરોને કેટલાક ઓપરેશન કરી શકે એવી છૂટછાટ અપાતો કાયદો બનાવ્યો છે. જેનો એલોપેથીક તબીબો દ્વારા વિરોધ કરવામાં અવી રહ્યો છે. સમગ્ર ભારતની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં IMA ના ડૉક્ટરોએ ભેગા મળી ડીસા અને પાલનપુર જિલ્લા સેવાસદન ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલનપુરમાંં આજે 12 કલાક સુધી તમામ ડૉક્ટરો કામકાજથી અળગા રહી હડતાળ રાખી હતી. કોવિડ તેમજ ઇમરજન્સી સિવાય તમામ કામ બંધ રાખ્યું હતું. ડીસા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ હેતલબેન ગોહિલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. જે સદંતર ખોટો છે, અમે આયુર્વેદનું સન્માન કરીછી આયુર્વેદિક તબીબોનો કોઈ વિરોધ નથી પણ જેની જે કામગીરી છે. તાલીમ પ્રમાણે આપવામાં આવી છે.

આયુર્વેદિક તબીબોને સર્જરીની મજૂરી બાબત પર બનાસકાંઠાના એલોપથી તબીબોએ પણ વિરોધ દર્શાવ્યો
આયુર્વેદિક તબીબોને સર્જરીની મજૂરી બાબત પર બનાસકાંઠાના એલોપથી તબીબોએ પણ વિરોધ દર્શાવ્યો

આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો

બનાસકાંઠા જિલ્લામાં આયુર્વેદિક તબીબના વિરોધમાં એલોપેથી ડૉક્ટર દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ડીસાના 200થી પણ વધુ ડૉક્ટરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને સૌ પ્રથમ જાહેર રસ્તા પર આયુર્વેદિક તબીબના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ ડૉક્ટરોએ વિશાળ રેલી કાઢી હતી અને ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આયુર્વેદિક તબીબોના તમામ નિયમો રદ કરે તેવી માગણી કરી હતી.

ડૉક્ટરોની હડતાલમાં તમામ હોસ્પિટલ બંધ

સરકાર દ્વારા જે આયુર્વેદિક ડૉક્ટરોના છૂટછાટ આપવામાં આવી છે. તેને લઈને એક દિવસ માટે સમગ્ર ભારતભરમાં ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી તમામ હોસ્પિટલો ડૉક્ટરો દ્વારા બંધ કરવામાં આવી હતી. માત્ર કોવિડ દર્દીઓ અને ઇમરજન્સી સારવાર સિવાય એક દિવસ માટે તમામ હોસ્પિટલોની સેવાઓ બંધ રાખી હતી. જેના કારણે અનેક દર્દીઓ હોસ્પિટલો બંધ હોવાના કારણે હેરાન-પરેશાન પણ થયા હતા. ડીસા ખાતે કાર્યરત ડૉક્ટર હાઉસમાં 500થી પણ વધુ ડૉક્ટરો દર્દીઓને સારવાર આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાનના મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હતા તેઓને હોસ્પિટલો બંધ હોવાના કારણે ભારે હાલાકી ભોગવી પડી હતી. તો આ તરફ રોજેરોજ દર્દીઓથી તમામ હોસ્પિટલના રસ્તાઓ દર્દીઓથી ઉભરાયા હતા. તે પણ સુમસામ જોવા મળ્યા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે, સરકારના આ નિર્ણયની અસર દર્દીઓ પર જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.