ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયાનો રોગ 7 બાળકોને ભરખી ગયો, જાણો શું છે ડિપ્થેરીયા...? - ડિપ્થેરીયાનો રોગ

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ આતંક મચાવી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વચ્ચે ડિપ્થેરીયાએ માથું ઊંચક્યું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા માસમાં ડિપ્થેરીયાને કારણે 7 બાળકોના મોત થયા હોવાની ચોંકાવનારી માહિતી અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ જાહેર કરી છે.

Diphtheria in Banaskantha
Diphtheria in Banaskantha
author img

By

Published : Nov 4, 2020, 11:03 PM IST

  • ડિપ્થેરીયા રોગ શું છે અને કેવી રીતે થાય છે
  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ બાદ ડિપ્થેરીયા રોગનો પગપેસારો
  • આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવા લોકોને અપીલ
  • ડિપ્થેરીયા નામનો રોગ વધતા આરોગ્ય વિભાગમાં ચિંતા
  • ડિપ્થેરીયા રોગ શું છે? અને કેવી રીતે થાય છે?

બનાસકાંઠા : બેક્ટેરિયમ કોરીનબેક્ટેરિયમ ડિપ્થેરાઈના કારણે આ રોગ થતો હોય છે. ચેપ લાગ્યાના બેથી પાંચ દિવસની અંદર આ બેક્ટેરિયાની શરીર પર અસર થવા લાગે છે. દર્દીમાં શરૂઆતમાં આ સૂકું ગળું અને તાવ જેવાં સામાન્ય લક્ષણો દેખાય છે. ડિપ્થેરિયાના ગંભીર કેસમાં બેક્ટેરિયા ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરે છે, જેના કારણે ગળાના પાછળના ભાગે આછો ડાઘ પડી જાય છે. ગળાના ભાગે સોજો ચઢી જવાને કારણે દર્દીને શ્વાસ લેવામાં અને ગળવામાં તકલીફ પડે છે. તેમજ ભારે ઊધરસ થવા લાગે છે.

બનાસકાંઠામાં ડિપ્થેરીયા
ડિપ્થેરીયા નામનો રોગ વધતા આરોગ્ય વિભાગમાં ચિંતા

ડિપ્થેરિયાના લક્ષણો

દર્દીના શરીરમાં ઉત્પન્ન થયેલું આ ઝેરી દ્રવ્ય ગંભીર પ્રકારના કેસોમાં લોહીમાં ભળી જતાં હૃદયના સ્નાયુઓ પર સોજો ચઢી શકે છે. તેમજ તેને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ સિવાય ચેતાતંત્ર, કિડનીમાં સોજો અને રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે. હૃદયના સ્નાયુઓમાં સોજાને કારણે અનિયમિત ધબકારાની સમસ્યા થઈ શકે છે. તેમજ ચેતાતંત્રની તકલીફને કારણે દર્દી લકવાગ્રસ્ત પણ થઈ શકે છે.

બનાસકાંઠામાં ડિપ્થેરીયા
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ બાદ ડિપ્થેરીયા રોગનો પગ પેશરો

ડિપ્થેરિયા એક ચેપી રોગ છે

ડિપ્થેરિયા એક ચેપી રોગ છે. તે એક દર્દીમાંથી બીજા દર્દીમાં પ્રત્યક્ષ સંપર્ક થકી તેમજ શ્વસનક્રિયા મારફતે ફેલાઈ શકે છે. જો સંક્રમિત દર્દી ખાંસતી કે છીંકતી વખતે કાળજી ન રાખે તો આ રોગ ફેલાઈ શકે છે. આ સિવાય તે બેક્ટરિયાવાળાં કપડાં કે અન્ય વસ્તુઓ થકી પણ સ્વસ્થ વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ બાદ ડિપ્થેરીયા રોગનું આગમન

બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને કારણે બનાસકાંઠા જિલ્લામાં ભય જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ડિપ્થેરીયા નામના રોગે માથું ઊંચક્યું છે.

ગત વર્ષે ડિપ્થેરીયાના 381 કેસ સામે આવ્યા હતા

ડિપ્થેરિયા રોગ નાના બાળકોમાં જોવા મળી રહ્યો છે. અત્યારે સહુથી વધુ લોકો કોરોનાથી ભયભીત છે, પરંતુ કોરોના વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં હવે ડિપ્થેરીયા માથું ઊંચી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે ડિપ્થેરીયાના 381 કેસ સામે આવ્યા હતા. જેમાં 17 બાળકોના મોત થયા હતાં.

ચાલુ વર્ષે એક માસમાં ડિપ્થેરીયાના 34 કેસ નોંધાયા

ચાલુ વર્ષેમાં છેલ્લા એક માસની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયાથી 34 કેસ સામે આવ્યા છે. સાત બાળકોના મોત નિપજ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયાથી ધાનેરા તાલુકામાં 10 કેસ જેમાં 1 નું મોત, થરાદમાં 12 કેસ 3ના મોત, વાવમાં 3 કેસ 1નું મોત, પાલનપુરના 2 કેસ 1નું મોત અને ડીસા તાલુકામાં 4 કેસ 1 બાળકનું મોત થયું છે. લાખણીમાં 3 કેસ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયાથી 7 બાળકોના મોત નિપજ્યા છે. 34 કેસ સામે આવતા બનાસકાંઠા જિલ્લામાં ફફડાટ મચ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવા લોકોને અપીલ

ડિપ્થેરીયા એ ગંભીર બીમારી છે અને ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયાએ ભારે આતંક મચાવ્યો હતો અને મોટી સંખ્યામાં બાળકોના મોત નિપજ્યાં હતા. ત્યારે આ વર્ષે કોરોના વાઇરસ વચ્ચે ડિપ્થેરીયાનો આતંક ફેલાય તે પહેલા તકેદારી રાખવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.

ડિપ્થેરીયાના રોગને પગલે રસી આપવાની શરૂઆત

આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં હાલ વધતા જતા ડિપ્થેરીયાના રોગને પગલે રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ હજૂ પણ એવા કેટલાય માતા પિતા છે કે, જેઓ પોતાના નાના બાળકોને ડિપ્થેરીયાની રસી આપવા આવતા ડરી રહ્યા છે. જેના કારણે સતત ડિપ્થેરીયાના રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હાલ તો તમામ વાલીઓ ફરજિયાત પોતાના નાના બાળકોને રસી અપાવે અને ડિપ્થેરીયા નામના રોગથી પોતાના બાળકોને બચાવે તેવી સલાહ આપવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયાનો રોગ 7 બાળકોને ભરખી ગયો

બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થતા તેને અંકુશમાં લાવવા માટે આરોગ્ય વિભાગ રાત-દિવસ મહેનત કરી રહ્યું છે. તેમ છતાં પણ હજૂ સુધી લોકો જાતે કાળજી ન લેતા હોવાના કારણે હાલ બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોગે પગ પેશારો કરતા હાલ આરોગ્ય વિભાગમાં ચિતા વધી જવા પામી છે .ત્યારે ડિપ્થેરીયાના ગંભીર પરિણામ બનાસકાંઠા જિલ્લાએ ગત વર્ષે જોઈ લીધા છે અને આ વર્ષે કોરોના વાઇરસ વચ્ચે જો ડિપ્થેરીયાને અંકુશમાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.